<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

એકલા રખડતા બાળકોનું માતા પિતા સાથે મિલન એટલે ઓપરેશન સ્‍માઇલ

પોલીસનું નામ પડતા એક ડરામણી અને અણગમતી છબી ઉપસે છે, પણ આ સત્‍ય નહિ અર્ધ સત્‍ય છે, એવું આ વાંચી લાગ્‍યા વગર નહિ રહે : ૫ વર્ષમાં ૩૫૫૩ બાળકોનું માતા પિતા સાથે મિલન..ગત માસે ૧૩ થી ૨૭ સુધીમાં ૧૫૮ બાળકોને પરિવાર સાથે મિલન કરાવ્‍યું ત્‍યારે ઇશ્વરે સારા કાર્યમાં નિમિત્ત બનાવ્‍યાનો આત્‍મ સંતોષ થયો...CID ના એડિશનલ ડીજીપી અજય ચોધરીએ હર્ષના આંસુ સાથે અકિલા સમક્ષ પોલીસનું અલગ સ્‍વરૂપ વર્ણવ્‍યું : વિશ્વભરની આર્ટ ગેલેરીઓમાં જેના ચીત્રો ગુજરાતની આન,બાન શાન વધારી રહ્યા છે તેવા આ સિનિયર IPS કહે છેકે નવા CID વડા અને ગળહમંત્રી પણ આવા કાર્યમાં રુચિ ધરાવે છે, અમારી ટીમનો ઉત્‍સાહ બેવડાઈ ગયો છે

રાજકોટ, તા.,૮:પોલીસના નામે અખબારો ટીવી કે સોશિયલ મીડિયા ઉપર એટલા બધા કારનામાં આવે છે કે, લોકોના મગજમાં પોલીસનું નામ સાંભળતા જ એક ડરામણો ચહેરો ઊપસે છે, પોલીસ તંત્રનો ગણ્‍યા ગાંઠ્‍યા વર્ગને કારણે પોલીસના સારા કાર્યો પણ ઢંકાઈ જાય છે, ગુજરાત પોલીસ તંત્રમાં સંખ્‍યાબંધ ઉચ્‍ચ અધિકારીઓ કે મધ્‍યમ કક્ષાના અધિકારીઓ અને સ્‍ટાફ એવો છે કે જે ખરા અર્થમાં લોકોહિતના કાર્ય કરી રાજ્‍ય સરકારની છબી પણ ઉજવવળ કરે છે, આ સંદર્ભમાં આપણે રાજ્‍યમાં સીઆઈડી ક્રાઈમ વિભાગમાં ચાલતા ઓપરેશન મુશ્‍કાન વીષે વાત કરવી છે.  

જેમના ચિત્રો વિશ્વભરની આર્ટ ગેલેરીઓમાં ગુજરાતની આન બાન અને શાન વધારી રહ્યા છે, અને વર્લ્‍ડ ક્‍લાસ આર્ટિસ્‍ટ તરીકે જાણીતા સીઆઈડી વિભાગના મહિલા સેલના વડા છે . એડિશનલ ડીજીપી લેવલના આ સિનિયર IPS એવું માને છે કે લોકો વધુને વધુ પોલીસથી નજીક આવે તે માટે રૂબરૂ અને આજના ટેકનોલોજી યુગમાં સોશિયલ મીડિયા મારફત જોડાવાથી લોકોમા પોલીસમાં વિશ્વાસ વધે છે, ઘણી સમસ્‍યાઓ એવી હોય છે કે જો સમયસર માર્ગદર્શન મળે તો કોઈના જીવન બચી જાય છે. અપરાધીઓ સાથે આપણે ભલે કડકાઈથી વાત કરીએ પણ. પ્રજા સાથે વાત કરીએ ત્‍યારે આખો ટોન અલગ હોવો જોઈએ,

આ અધિકારીની આ ખાસિયત ધ્‍યાને રાખી રાજ્‍ય સરકારે તેમને ઓપરેશન સ્‍માઇલ નામથી એક વિશેષ ઓપરેશન કાર્ય સુપ્રત કરેલ છે. એકલા બાળકો કે જે આશ્રય ગ્રહ, બસ સ્‍ટેશન, રેલવે સ્‍ટેશન ઉપર નજરે ચઢે છે, તેમને અમારા અધિકારીઓ અને સ્‍ટાફ બાળકોની પૂછપરછ કરે છે.અને તેમને સમજાવી વિશ્વાસમાં લીધા બાદ તેની વિગતો મિસિગ ચિલ્‍ડ્રનની વેબ સાઇટ પર મુકવામાં આવે છે , અજય ચૌધરી કહે છે કે આના અદભુત પરિણામ મળ્‍યા છે , માતા પિતા સાથે બાળકનું પુન; મિલન થતા જે દ્રશ્‍યો સર્જાય છે, અને વર્ષો પછી મુરઝાયેલા ચહેરા પર જે હાસ્‍ય આવે છે, તે સમયે અમને તથા ટીમને જિંદગીમાં સારા કાર્યમાં ઇશ્વરે સદભાગી બનાવ્‍યા તેનો જે આનંદ મલે છે, તે અમૂલ્‍ય છે.

અજય ચૌધરી કહે છે કે અમારી આ ઝુંબેશ કેદીઓને આત્‍મ નિર્ભર બનાવવા વિવિધ રોજગારલક્ષી અભિયાન ચલાવનાર ડો.કે. એલ. એન. રાવ હવે CID વડા બનતા અમારા અભિયાનને વધુ બળ મળશે , ૨૦૨૦થી અત્‍યાર સુધીના ૩૫૫૩ બાળકો શોધ્‍યા છે , અમે દર ૧૫ દિવસે સ્‍પેશ્‍યલ ડ્રાઇવ કરીએ છીએ, ૧૩ થી ૨૭ સપ્‍ટેમ્‍બર સુધીમાં ૧૫૮ બાળકો  શોધ્‍યા છે. ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પણ અમને અમારી ઝુંબેશમાં તમામ સહયોગ આપે છે.

અત્રે એ યાદ રહે કે તાજેતરમાં સુરતમાં એક મજૂરી કામે ગયેલ માતા પિતાનું બાળક ફૂટપાથ પર આડસ ઊભા કરેલ આશ્રય સ્‍થાન પરથી આસામની મહિલા દ્વારા અપહરણ કરાયેલ કેસમાં સીપી દ્વારા ક્રાઇમ બ્રાન્‍ચના ૭ અધિકારી અને ૭૦ પોલીસ સ્‍ટાફ જોઇન્‍ટ સીપી રાઘવેન્‍દ્ર વસ્‍ત અને ડીસીપી ભાવેશ રોજીયાના નેતળત્‍વ હેઠળ ઉતારેલ.અને મોટી સફળતા મળતા હર્ષભાઈ સંઘવીએ જાહેરમાં નોંધ લીધી હતી. 

(2:23 PM IST)