<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

વિકાસ સપ્‍તાહ ૨૪ વર્ષ જનવિશ્વાસ, સેવા અને સમર્પણનોઃ હાર્દિક પટેલે વિકાસ રથને લીલી ઝંડી આપી

આજે વિરમગામ વિધાનસભાના માંડલ તાલુકાના એંદલા ગામે બંધારણના ઘડવૈયા ડૉ.બાબા સાહેબ આંબેડકર સાહેબની પ્રતિમાને ફુલહાર કરીને વિકાસ સપ્તાહ રથને ધારાસભ્‍યશ્રી હાર્દિક પટેલે લીલી ઝંડી આપી. આજે માંડલ તાલુકાના વિવિધ ગામોમાં આ રથનું ભ્રમણ થશે તેમજ ગુજરાતની ભાજપ સરકારના વિકાસ કાર્યોની માહિતી આપવામાં આવશે. આજથી ૨૪ વર્ષ પહેલા ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકે શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ શપથ ગ્રહણ કર્યા હતા માટે જ કહી શકાય કે ૨૪ વર્ષ જનવિશ્વાસ, સેવા અને સમર્પણના.(અહેવાલ કેતન ખત્રી, તસ્‍વીર નિમિશ ગણાત્રા ગાંધીનગર ) 

 

(4:04 PM IST)