તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 8th October 2025
SMCનો ફરી સપાટો :ભરૂચના પાનોલીમાંથી કન્સ્ટ્રક્શનના સળિયા સગેવગે કરવાનું 1 કરોડથી વધુનું કૌભાંડ ઝડપાયું
પોલીસે રૂપિયા 37 લાખના સળિયા મળી કુલ 1.17 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો :કુલ 11 આરોપીઓની ધરપકડ

ભરૂચના પાનોલીમાંથી કન્સ્ટ્રક્શનના સળિયા સગેવગે કરવાનું 1 કરોડ ઉપરાંતનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડી કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસે રૂપિયા 37 લાખના સળિયા મળી કુલ 1.17 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. 11 આરોપીઓની ધરપકડ કરાઈ છે. મુખ્ય આરોપી રામનારાયણ ઉર્ફે ધર્મરાજસીંગ ફરાર થઈ ગયો છે. મેન્યુફેક્ચરર અને ટ્રાન્સપોર્ટ કંપનીમાંથી નિકળતા સળિયાની ડિલિવરી આપતા પહેલા પાનોલીમાં કન્સ્ટ્રક્શન માટેના સળિયાની ચોરી કરાતી હતી. કૌભાંડ બાબતે સ્થાનિક પોલીસ અંધારામાં રહી અને SMC એ રેડ કરી 1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો .
(6:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
