<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

અમદાવાદની સત્યમેવ જયતે સ્કૂલ ડ્રેસ કોડને લઈને વિવાદમાં: સ્કર્ટ નીચે લેગિન્સ ન પહેરવા સૂચનાથી વાલીઓમાં ભારે રોષ

આચાર્યએ કહ્યું કે વાલીઓને કોઈ વાંધો હોય તો તેઓ સ્કૂલને જાણ કરી શકે છે, પરંતુ સ્કૂલના નિયમોનું પાલન જરૂરી ગણાયું

અમદાવાદની સત્યમેવ જયતે સ્કૂલ ડ્રેસ કોડને લઈને વિવાદમાં આવી છે, જ્યાં વિદ્યાર્થિનીઓને સ્કર્ટ નીચે લેગિન્સ ન પહેરવા સૂચના આપતા વાલીઓમાં નારાજગી ફાટી નીકળી છે. સ્કૂલ તરફથી તમામ વિદ્યાર્થીનીઓને નિશ્ચિત યુનિફોર્મ પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે, જેમાં ઘૂંટણથી લાંબુ સ્કર્ટ પહેરવું ફરજિયાત છે. 

  કેટલાક વાલીઓએ સ્કૂલના આ વલણ સામે વિરોધ નોંધાવતાં માગ કરી છે કે વિદ્યાર્થીઓને સ્કર્ટ નીચે લેગિન્સ પહેરવાની મંજૂરી આપવામાં આવે. આચાર્યએ નિવેદનમાં કહ્યું કે વાલીઓને કોઈ વાંધો હોય તો તેઓ સ્કૂલને જાણ કરી શકે છે, પરંતુ સ્કૂલના નિયમોનું પાલન જરૂરી ગણાયું છે

 

(6:32 PM IST)