News of Wednesday, 8th October 2025
શુક્રવારથી ભાજપના પ્રદેશ અઘ્યક્ષ જગદીશ પંચાલ અંબાજી દર્શન કરીને સાપ્તાહિક ગુજરાત પ્રવાસે
7 દિવસમાં કુલ 6 જેટલા મહાસંમેલન અને જાહેરસભાનું આયોજન: કલોલ ખાતે GST રિફોર્મના પોસ્ટર ચોંટાડવાના કાર્યક્રમમાં રહેશે હાજર:શનિવારે સુરતમાં પ્રદેશ પ્રમુખ કરશે જાહેરસભા

અમદાવાદ : ગુજરાત ભાજપના નવા પ્રદેશ અઘ્યક્ષ જગદીશ પંચાલ અંબાજી ખાતે દર્શન કરીને ગુજરાત પ્રવાસ શરૂ કરશે. 10 તારીખે શક્તિપીઠ અંબાજી દર્શનથી યાત્રાની શરૂઆત કરશે, કુલ 7 દિવસમાં કુલ 6 જેટલા મહાસંમેલન અને જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. કલોલ ખાતે GST રિફોર્મના પોસ્ટર ચોંટાડવાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.આગામી 11 ઓક્ટોબર ના રોજ સુરતમાં પ્રદેશ પ્રમુખ જાગીશ પંચાલ જાહેરસભા કરશે જેમાં સી આર પાટીલ પણ હાજર રહેશે જયારે 14 ઓક્ટોબર ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે બરોડામાં પ્રદેશ પ્રમુખ રોડ શો કરશે. 15 ઓક્ટોબર ના રોજ રાજકોટ અને મોરબી જિલ્લા શહેરમાં મહાસંમેલનનું આયોજન કરાયું છે જયારે 17 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે કાર્યકર્તાને સંબોધન કરશે
(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
