<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

ગુજરાત સાયબર ક્રાઇમ સેલને મોટી સફળતા: ડિજિટલ અરેસ્ટના નામે 11.42 કરોડની છેતરપિંડી મામલે ત્રણ આરોપીની ધરપકડ

આરોપીઓએ પીડિત મહિલાને લગભગ 80 દિવસ સુધી 'ડિજિટલ એરેસ્ટ'ના નામે ડરાવીને તેમની પાસેથી કુલ રૂ.11.42 કરોડની રકમ પડાવી લીધી

અમદાવાદની એક સિનિયર સિટીઝન મહિલા સાથે રૂ.11.42 કરોડના ડિજિટલ ફ્રોડ કેસમાં ગુજરાત સાયબર ક્રાઇમ સેલને મોટી સફળતા મળી છે. કરોડોના ડિજિટલ ફ્રોડ કેસમાં CIDના સાઇબર સેલે અમદાવાદના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓએ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં અનેક ગુનામાં 19 કરોડની ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદની મહિલા સાથે ડિજિટલ અરેસ્ટના નામે 11.42 કરોડની છેતરપિંડી કેસમાં અમદાવાદના 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે ગુજરાત સાયબર ક્રાઇમના એસપી ડો. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, 1ઓક્ટોબરના રોજ મહિલાને ફોન કરીને આરોપીઓએ પોતે TRAI માંથી બોલતા હોવાની ઓળખ આપી હતી અને ત્યારબાદ તેમને CBI અને RAW જેવી એજન્સીઓનો ડર બતાવ્યો હતો. આરોપીઓએ પીડિત મહિલાને લગભગ 80 દિવસ સુધી 'ડિજિટલ એરેસ્ટ'ના નામે ડરાવીને તેમની પાસેથી કુલ રૂ.11.42 કરોડની રકમ પડાવી લીધી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને દિનેશ લીંબચિયા, કશ્યપ બેલાની અને ધવલ મેવાડા નામના આરોપીઓની ધરપકડ કરી છે.

અમદાવાદમાં રહેતી એક વરિષ્ઠ નાગરિક મહિલાની ડિજિટલ અરેસ્ટ કરવામાં આવી હતી. તેમણે મહિલાના નંબર પર ફોન કરીને CBI, RBI અને EDના નામે ધમકી આપી હતી. 1 ઓગસ્ટના રોજ, રૂપિયા 11.42 કરોડની રકમ જપ્ત કરવામાં આવી હતી. આરોપીઓએ આ મહિલાને 80 દિવસ સુધી ડરમાં રાખી અને પછી ડિજિટલ ધરપકડ કરી. આરોપીઓએ પીડિત મહિલાને લગભગ 80 દિવસ સુધી 'ડિજિટલ એરેસ્ટ'ના નામે ડરાવીને તેમની પાસેથી કુલ રૂ.11.42 કરોડની રકમ પડાવી લીધી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને દિનેશ લીંબચિયા, કશ્યપ બેલાની અને ધવલ મેવાડા નામના આરોપીઓની ધરપકડ કરી છે.

આરોપીઓ દિનેશ છગનલાલ લિંબાચીયા (હીરાવાડી, અમદાવાદ), કશ્યપ અરુણભાઈ બેલાણી (હીરાવાડી, અમદાવાદ) ધવલ મહેશભાઈ મેવાડા (અમદાવાદ)ની ધરપકડ કરાઈ છે 

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે,ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં અનેક ગુનામાં 19 કરોડની ઠગાઈ આચરી છે. આ આરોપીઓ એક ફાઉન્ડેશન ચલાવતા હતા અને ફ્રોડથી મેળવેલી રકમનો નાણાકીય વ્યવહાર તેના એકાઉન્ટમાં કરતા હતા. આ આરોપીઓ માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ દેશભરમાં અન્ય સાયબર ગુનાઓમાં પણ સંડોવાયેલા છે. તેમના પર મહારાષ્ટ્ર અને તેલંગાણા સહિત અન્ય રાજ્યોમાં 11 જેટલા સાયબર ગુનાઓ નોંધાયા છે, જેમાંથી 3 ગુનાઓમાં ફરિયાદ દાખલ થઈ ચૂકી છે અને 8 ગુનાઓની તજવીજ ચાલુ છે.

 

(7:34 PM IST)