<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

હું માત્ર વિકાસ અને સત્યની રાજનીતિ કરી રહ્યો છે, મારા વિરોધીઓ શું બોલી રહ્યા છે, શું ષડયંત્રો કરી રહ્યા છે તે બધું હું જાણું છું પરંતુ આ તમામનો જવાબ હું માત્ર વિકાસ કામથી જ આપીશ : ધારાસભ્ય હાર્દિક પટેલ

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : "હું માત્ર વિકાસ અને સત્યની રાજનીતિ કરી રહ્યો છે, મારા વિરોધીઓ શું બોલી રહ્યા છે, શું ષડયંત્રો કરી રહ્યા છે તે બધું હું જાણું છું પરંતુ આ તમામનો જવાબ હું માત્ર વિકાસ કામથી જ આપીશ" આ શબ્દો છે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલના. વિકાસ સપ્તાહ અંતર્ગત બુધવારે વિરમગામ શહેરના ૯૩.૩૮ લાખના વિવિધ વિકાસ કામોનું ધારાસભ્ય હાર્દિક પટેલના વરદ હસ્તે ભુમિ પૂજન કરવામાં આવ્યું હતું. વિરમગામ શહેરના મુખ્ય રસ્તા જેમ કે નગર પાલિકાથી ગોલવાડી દરવાજા, ગોલવાડી દરવાજાથી રોટરી સર્કલ, ટાવરથી ડી.વાય.એસપી ઓફિસ ગેટ અને ટાવરથી સર્વિસ સ્ટેશન સુધીના રસ્તાઓનું રિસર્ફેસીંગ કરવામાં આવશે.
ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું કે વિરમગામ શહેરના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા કટિબદ્ધ છે, આવનાર દિવસોમાં વિરમગામ શહેરની તમામ સમસ્યાઓનું નિરાકરણ આવશે. આ  પ્રસંગે વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ તેમજ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા

(8:01 PM IST)