<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

સુરત ભાજપ કાર્યાલયમાં ખજાનચી-કાર્યકર વચ્ચે મારામારી :શોશ્યલ મીડિયામાં વિડિઓ વાયરલ

ખજાનચી શૈલેષભાઈ જરીવાળા અને વરાછા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા દિનેશભાઈ સાવલિયા વચ્ચે કાર્યાલયની અંદર છૂટા હાથે મારામારી થઈ

સુરત મહાનગર ભાજપના ખજાનચી શૈલેષભાઈ જરીવાળા અને વરાછા વિસ્તારના પાર્ટી સક્રિય કાર્યકર્તા દિનેશભાઈ સાવલિયા વચ્ચે મારામારી થઈ હતી. ભાજપના કાર્યાલયની અંદર છૂટા હાથે મારામારી થવા પામી હતી. છૂટાહાથની મારામારીનો વીડીયો સોશિલય મીડિયામાં વાયરલ થયો છે.

ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના ખજાનચી શૈલેષભાઈ જરીવાળા અને વરાછા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા દિનેશભાઈ સાવલિયા વચ્ચે કાર્યાલયની અંદર છૂટા હાથે મારામારી થઈ હતી.

(8:16 PM IST)