<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

અમદાવાદના કાલુપુર બ્રિજ પર જર્જરિત થયેલી સાત દુકાનોની છત ધરાશાયી

ઘટનાનો કોલ મળતાં જ ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચી: દુકાનોની છત અચાનક ધરાશાયી થતાં ત્યાં લોકોમાં દોડાદોડી

અમદાવાદના કાલુપુર બ્રિજ પર જર્જરિત થયેલી સાત દુકાનોની છત ધરાશાયી થઈ છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડે કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી છે. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ શહેરમા ટ્રાફિકથી ધમધમતા કાલુપુર બ્રિજ પર અસંખ્ય દુકાનો આવેલી છે.

આ દુકાનોમાં મોટા ભાગની દુકાનો જર્જરિત છે. ત્યારે આજે અહીં જર્જરિત હાલતમા રહેલી સાત દુકાનોની છત અચાનક ધરાશાયી થઈ હતી. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાનો કોલ મળતાં જ ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

દુકાનોની છત અચાનક ધરાશાયી થતાં ત્યાં લોકોમાં દોડાદોડી થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. આ ઘટનામાં કોઈ જાનહાની કે ઈજા પહોંચી નથી. છત તૂટી પડતાં દુકાનના સંચાલકો અને માલિકોમાં રોજગારી છીનવાઈ જવાનો ભય જોવા મળ્યો હતો. સમગ્ર વિસ્તારમાં લોકો એકઠા થઈ ગયા હતાં.

(9:22 PM IST)