News of Wednesday, 8th October 2025
ભરુચના ઝઘડિયાના ભાલોદ ગામે માછીવાડમાં મકાનમાં આગ ભભૂકી :અફરાતફરીનો માહોલ
શોર્ટ સર્કિટના કારણે મકાનમાં આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન: મકાનમાં રહેલા તમામ સામાન બળીને રાખ: મકાન માલિક અંધ હોવાથી સરકાર મદદ કરે તેવી વિનંતી કરી

ભરુચના ઝઘડિયાના ભાલોદ ગામે માછીવાડમાં આગ લાગવાની ઘટના બની છે. માછીવાડમાં આવેલા મકાનમાં આગ લાગતા દોડધામ થઈ હતી. અચાનક મકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે.
ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો છે. જો કે સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. શોર્ટ સર્કિટના કારણે મકાનમાં આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે. મકાનમાં રહેલા તમામ સામાન બળીને રાખ થઈ રહ્યો છે. મકાન માલિક અંધ હોવાથી સરકાર મદદ કરે તેવી વિનંતી કરી છે.
ઉલ્લેખનીય છે કે મકાનમાં આગ લાગતા જ આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તેમજ દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આગ લાગવાની જાણ ફાયર વિભાગને થતા તાત્કાલિક ધોરણે આગ કાબુ પર મેળવવામાં આવી હતી.
(10:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
