તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th October 2025
વિકાસ સપ્તાહની ઉજવણી : રાજયમાં બીજા દિ'એ ૯રર૭ લોકોએ વિકાસની પ્રતિજ્ઞા લીધી
સમગ્ર આયોજનનું સંકલન સંભાળતા અધિક વિકાસ કમિશનર ગૌરવ દહિંયા : ગામે ગામ ફરતો વિકાસ રથઃ ખાતુમુહુર્તો-લોકાર્પણની હારમાળા

રાજકોટ, તા. ૯ : ગુજરાતમાં તા.૭ ઓકટોબરથી વિકાસ સપ્તાહની ઉજવણીનો રાજયવ્યાણી પ્રારંભ થયો છે. દરેક જિલ્લામાં એક એક વિકાસ રથ ફાળવવામાં આવ્યો છે. વિકાસ રથ જુદા જુદા ગામોમાં ફરી રહ્યો છે. દરરોજ વિવિધ વિભાગોના રાજય કક્ષાના કાર્યક્રમો થઇ રહ્યા છે. ગામે ગામ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઇ રહ્યા છે. વિકાસ સપ્તાહની ઉજવણીના નોડલ અધિકારી તરીકે અધિક વિકાસ કમિશનર ડો. ગૌરવ દહિંયા (આઇ.એ.એસ.) છે.
જિલ્લાવાર થતા કાર્યક્રમોનો રાજય કક્ષાએ દરરોજ અહેવાલ મોકલવાની સુચના છે. વિકાસ સપ્તાહના પ્રથમ દિવસે ર૭પ કામોના લોકાર્પણ અને પર૬ કામોના ખાતમુહુર્ત થયા હતા. પ્રથમ દિવસે રાજયમાં ર૩૩૬ ૯ નાગરિકોએ અને બીજા દિવસે ૯રર૭ નાગરિકોએ વિકાસની પ્રતિજ્ઞા લીધી હતી.
અધિક વિકાસ કમિશનર ડો. ગૌરવ દહિંયાએ સંકલિત કરેલ માહિતી મુજબ બીજા દિવસનો ગઇકાલ તા. ૮ ઓકટોબરનો વિકાસ સપ્તાહની ઉજવણીનો અહેવાલ નીચે મુજબ છે.
વિકાસ સપ્તાહની ઉજવણીમાં તા. ૦૮ના રોજ પ્રથમ તબક્કામાં ૩૪ જિલ્લામાં જુદી જુદી જગ્યાએ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે.
આજના દિવસમાં પ્રથમ તબક્કામાં સવારે ૯.૦૦ થી ૧૧.૦૦ દરમ્યાનના કાર્યક્રમમાં ૨૨ પ્રભારી મંત્રીશ્રી /MP /MLA ની ઉપસ્થિત રહેલ હતા.
બીજા દિવસે પ્રથમ તબક્કામાં તમામ જિલ્લાના આગેવાન તેમજ સ્થાનિક પદાધિકારીશ્રી મળીને કુલ ૧૮૨ પદાધિકારીશ્રી અને ૧૪૮ અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહેલ હતા.
બીજા દિવસે પ્રથમ તબક્કામાં વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં ૫૫૦૮ પુરૂષ ૩૬૮૪સ્ત્રી મળીને કુલ ૯૧૯૨ લોકોએ ભાગ લીધેલ છે.
બીજા દિવસે પ્રથમ તબક્કામાં કુલ ૮૧૧ કામોના રૂ.૪૩૬૦.૮૮ લાખના લોકાર્પણ અને કુલ ૪૮૫ કામોના રૂ. ૨૨૯૯.૬૪ લાખના ખાતમુહર્ત કરવામાં આવેલ છે.
બીજા દિવસે પ્રથમ તબક્કામાં સરકારશ્રીની જુદી જુદી યોજનાઓ હેઠળ વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં ૭૫૨૩ લાભાર્થીઓને ૨૧૯.૨૦ લાખની સહાય/ કિટ વિતરણ કરવામાં આવેલ છે.
બીજા દિવસે તમામ તબક્કામાં ૯૨૨૭ નાગરીકોએ ભારતના વિકાસની પ્રતિજ્ઞા લેવામાં આવેલ છે. (૯.૧૭)
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
