<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

ઍસજીવીપી છારોડી ગુરૂકુલમાં શરદપૂર્ણિમા મહોત્સવઃ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના હસ્તે આરતી

અમદાવાદ : શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતમાં તેમજ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની અને ભાજપના પ્રદેશ પ્રમુખ જગદિશભાઇ વિશ્વકર્માની હાજરી ઍસજીવીપી છારોડી ગુરૂકુલમાં શરદપૂર્ણિમા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. કાર્યક્રમની શરૂઆત દર્શનમ સંસકૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોઍ વેદનામંત્રોથી કરી હતી. ત્યારબાદ સમુહ આરતીમાં પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી, હરિસ્વરૂપદાસજી સ્વામી, મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ વિશ્વકર્મા જાડાયા હતા. તેમ કનુભગતે જણાવ્યું છે.

(11:46 AM IST)