હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 9th October 2025
દહેગામના બહિયલમાં રમખાણ બાદ કડક કાર્યવાહી ૧૮૬ ગેરકાયદે એકમો પર 'બુલડોઝર એક્શન' પૂર્ણ
તોડી પડાયેલા ૧૮૬ એકમોમાંથી ૫૦ બાંધકામો રાયોટિંગના આરોપીઓ સાથે સંકળાયેલા

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં નવરાત્રિના સમયમાં થયેલી અથડામણ (રાયોટિંગ) બાદ વહીવટી તંત્ર દ્વારા અભૂતપૂર્વ કડક કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં આજે ૧૮૬ જેટલા ગેરકાયદે કોમર્શિયલ બાંધકામો પર 'બુલડોઝર એક્શન' લેવામાં આવ્યું હતું અને ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
ગાંધીનગરના એસપી રવિ તેજા વાસમસેટ્ટીએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે તોડી પડાયેલા ૧૮૬ એકમોમાંથી ૫૦ બાંધકામો રાયોટિંગના આરોપીઓ સાથે સંકળાયેલા છે, અને આ કાર્યવાહી પહેલાં તમામ ગેરકાયદેસર એકમોના માલિકોને નોટિસ આપવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ડિમોલિશન સ્થળે સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, અને વહીવટી તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર સામે કડક કાર્યવાહી થશે.
(2:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
