News of Thursday, 9th October 2025
અંકલેશ્વરમાં ફેકટરીની ઓફિસમાં ઘમઘમતુ જુગાર ધામ પકડાયું તપાસમાં ડબ્બા ટ્રેડિંગના 10 કરોડના વ્યવહારો પણ હાથ લાગ્યા
જુગાર રમતા 5 જુગારીઓની પોલીસે કરી ધરપકડ છે. વૈભવી કાર સહિત રૂ.30.38 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે સપાટો બોલાવ્યો છે, અંકલેશ્વર જીઆઈડીસીમાં સોના આઇસ ફેક્ટરીની ઓફિસમાં ચાલતું જુગારધામ ઝડપી પાડ્યું છે. જુગાર રમતા 5 જુગારીઓની પોલીસે કરી ધરપકડ છે. વૈભવી કાર સહિત રૂ.30.38 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. શેરબજારના ડબ્બા ટ્રેડિંગ કરી રૂ.9.9 કરોડના ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન દ્વારા સરકાર સાથે છેતરપીંડી આચરી હોવાનું પણ બહાર આવ્યું છે. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
(6:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
