News of Thursday, 9th October 2025
દેશના 10 કુપોષિત જિલ્લાઓમાં ગુજરાતના ચાર જિલ્લાઓનો સમાવેશ: નેશનલ ફેમીલી હેલ્થ સર્વેને ટાંકી સરકાર પર પ્રહાર
જયનારાયણ વ્યાસે કહ્યું કે, ડાંગના 40.9 ટકા, પંચમહાલના 35.37 ટકા અને તાપીના 36.6 ટકા બાળકો ઉંમર પ્રમાણે ઓછા વજન વાળા

અમદાવાદ :નેશનલ ફેમીલી હેલ્થ સર્વેને આધારે કોંગ્રેસે કેન્દ્ર અને રાજ્ય સરકાર પર પ્રહાર કર્યો છે. પૂર્વ કેબિનેટ મંત્રી અને ગુજરાત કોંગ્રેસના નેતા જયનારાયણ વ્યાસે આંકડાઓ ટાંકીને જણાવ્યું છે કે, દેશના 10 કુપોષિત જિલ્લાઓમાં ગુજરાતના ચાર જિલ્લાઓનો સમાવેશ થાય છે. ડાંગ, પંચમહાલ, તાપી અને નર્મદા જિલ્લાનો સમાવેશ થાય છે.
જયનારાયણ વ્યાસે કહ્યું કે, ડાંગના 40.9 ટકા, પંચમહાલના 35.37 ટકા અને તાપીના 36.6 ટકા બાળકો ઉંમર પ્રમાણે ઓછા વજન વાળા છે. આ જિલ્લાઓમાં 35.5 ટકા બાળકોમાં ઉંમર પ્રમાણે ઉંચાઇ ઓછી છે. ગુજરાતની કમનસીબી છે કે મહેસાણા જિલ્લાનો કુપોષીત જિલ્લામાં સમાવેશ થયો છે. દુધસાગર ડેરીમાં થયેલા કૌભાંડના રૂપિયાને અહીં ઉપયોગમાં લેવાયા હોત તો મહેસાણાને કલંક ના લાગ્યું હોત તેમ પણ વ્યાસે જણાવ્યું છે. જ્યાં દુધ ક્રાંતિ થઇ તે ખેડા જિલ્લો પણ કુપોષીત છે તેમ જયનાયારણ વ્યાસનું કહેવું છે.
(6:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
