પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત રિજિનલ કોન્ફરન્સ: વન ટુ વન બેઠકોના ઉપક્રમમાં જાપાનના રાજદૂત શ્રીયુત ઓનો કેઈચીની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત
જાપાનના ઉદ્યોગોને ગુજરાત સરકાર દ્વારા મળી રહેલા સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો : જાપાન વાઇબ્રન્ટ સમિટની શરૂઆતથી જ સહભાગી રહ્યું છે અને રિજનલ કોન્ફરન્સમાં પણ ઉપસ્થિતિથી સંબંધોનો સેતુ સુદ્રઢ થયો છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શરૂ થયેલી પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના પહેલા દિવસે જાપાનના રાજદૂત શ્રીયુત ઓનો કેઈચીએ મુખ્યમંત્રી સાથે ઉષ્માપૂર્ણ વન ટુ વન બેઠક યોજી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જાપાન વાઇબ્રન્ટ સમિટની પ્રથમ એડિશનથી જ સહયોગી રહ્યું છે તેનો વિશેષ ઉલ્લેખ કરતા આ રિજનલ કોન્ફરન્સમાં પણ જાપાનની ઉપસ્થિતિથી ગુજરાત-જાપાન સંબંધોનો સેતુ સુદ્રઢ થયો છે, તેનો હર્ષ વ્યક્ત કર્યો હતો.
જાપાનના રાજદૂતે પણ ગુજરાતમાં કાર્યરત જાપાનીઝ ઉદ્યોગોને રાજ્ય સરકાર દ્વારા મળી રહેલા સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી સાથેની આ વન ટુ વન બેઠકમાં તેમણે ખાસ કરીને સેમિકન્ડક્ટર, ઓટોમોટીવ, કટીંગ એજટેકનોલોજી અને રીન્યુએબલ એનર્જી તથા જાપાન ગુજરાત પીપલ ટુ પીપલ કનેક્ટ માટે પરસ્પરના સહકારની સહરાના કરી હતી.
જાપાનીઝ કંપનીઓ ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઇકો સિસ્ટમથી આકર્ષિત થઈને પોતાના પ્લાન્ટ શરૂ કરવા આગળ આવી રહી છે, તે માટે મુખ્યમંત્રીએ પણ આભાર પ્રગટ કર્યો હતો અને વધુ સહયોગ આપવાની તત્પરતા દર્શાવી હતી.
જાપાન રાજદૂતે ધોલેરામાં સેમીકોન ઇન્ડસ્ટ્રી સહિતના ઉદ્યોગો માટે જરૂરી સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ત્વરાએ કાર્યરત થાય તે માટે આ બેઠકમાં વિચાર વિમર્શ કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હોસ્પિટલ , સ્કૂલ, લોજિસ્ટિક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા પાવર પ્રોજેક્ટ જૂન ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થઈ જશે તેમ તેમને જણાવ્યું હતું.
સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ગુજરાતમાં કુશળ માનવબળ મળી રહે તે માટે JICAના સહયોગથી ગુજરાત સેમિકન્ડક્ટર મિશન અન્વયે ટ્રેનિંગની વ્યવસ્થાઓ જાપાને વિકસાવી છે તેની ભૂમિકા જાપાન રાજદૂતએ આપી હતી
મુખ્યમંત્રીએ પણ ગુજરાતમાં અન્ય ઉદ્યોગો, PDEU વગેરેએ આવી સ્કીલ ડેવલોપમેન્ટ વ્યવસ્થાઓ શરૂ કરી છે તેમ જણાવ્યું હતું.
જાપાનના ઉદ્યોગોને તેમના ઉદ્યોગો શરૂ કરવા માટે જમીન ફાળવણી માટેની પ્રક્રિયા પણ રાજ્ય સરકારે ઝડપી બનાવી છે તેમ મુખ્યમંત્રીએ જાપાન રાજદૂત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે જાપાન રાજદૂતની આ વન ટુ વન બેઠકમાં મુખ્ય સચિવ પંકજ જોશી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે દાસ, ઉદ્યોગ અગ્ર સચિવ મમતા વર્મા, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ વગેરે પણ જોડાયા હતા









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
