હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 9th October 2025
ગગન યાત્રી સુભાંશુ શુક્લાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુભાંશુ શુક્લાને તેમની ગગન યાત્રાની સફળતા માટે અભિનંદન પાઠવ્યા

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૌજન્ય મુલાકાત ગગનયાત્રી અને ભારતીય વાયુ સેનાના ગ્રુપ કેપ્ટન સુભાંશુ શુક્લાએ લીધી હતી.
ઉત્તર ગુજરાત રિજનની મહેસાણા જિલ્લાના ખેરવામાં ગણપત યુનિવર્સિટી પરિસરમાં યોજાઇ રહેલી પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના પ્રથમ દિવસે સહભાગી થવા આવેલા સુભાંશુ શુક્લા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પ્રત્યક્ષ મળ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુભાંશુ શુક્લાને તેમની ગગન યાત્રાની સફળતા માટે અભિનંદન પાઠવ્યા હતા
(8:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
