<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની શક્યતા ;નવેમ્બરના પ્રારંભે ગુજરાતમાં માવઠું થઈ શકે

અનેક વિસ્તારોમાં દિવાળીના દિવસે વાદળછાયા વાતાવરણ સાથે પવન ફૂંકાશે.બેસતા વર્ષના દિવસે પણ વાદળછાયું વાતાવરણ રહી શકે

અમદાવાદ : હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદની શક્યતા છે. આગાહીકાર અંબાલાલ પટેલ પ્રમાણે રાજ્યમાં માવઠું પડી શકે છે. તો નવેમ્બરની શરૂઆતમાં ગુજરાતમાં માવઠું થઈ શકે છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં દિવાળીના દિવસે વાદળછાયા વાતાવરણ સાથે પવન ફૂંકાશે. તો બેસતા વર્ષના દિવસે પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને પૂર્વ ગુજરાતના ભાગો માં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. 18 થી 30 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે.

(12:06 PM IST)