<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

‘પોષણ ઉત્‍સવ-૨૦૨૫'નો રાજ્‍યવ્‍યાપી શુભારંભઃ તંદુરસ્‍ત બાળ, તંદુરસ્‍ત સમાજનું લક્ષ્ય

રાજકોટઃ મહિલા અને બાળ કલ્‍યાણ મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયાના હસ્‍તે ગાંધીનગર ખાતેથી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના 'સહી પોષણ, દેશ રોશન'ના સૂત્રને સાર્થક કરવા માટે રાજ્‍યવ્‍યાપી પોષણ ઉત્‍સવ-૨૦૨૫'નો શુભારંભ કરાયો છે. મુખ્‍ય નિર્ણયો અને જાહેરાતોમાં માળખાકીય સુવિધાઓઃ મંત્રીશ્રીએ અંદાજિત કુલ રૂ. ૨૮.૮૨ કરોડના ખર્ચે ૧૮૬ આંગણવાડી કેન્‍દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા. ડિજિટલ પહેલઃ વ્‍હાલી દીકરી યોજનાના પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્‍યો.  મંત્રીશ્રીનો સંદેશઃ શ્રીમતી ભાનુબહેન બાબરીયાએ જણાવ્‍યું કે, તંદુરસ્‍ત બાળની સંકલ્‍પનાને સાકાર કરવા માટે પોષણ અભિયાનનો લાભ સર્વે લાભાર્થી સુધી પહોંચે તે માટે વિભાગ પ્રયત્‍નશીલ છે. તેમણે પોષણને સમૃદ્ધ સમાજ નિર્માણનું પ્રથમ પગથીયું ગણાવ્‍યું. જન ભાગીદારીઃ પોષણ ઉત્‍સવ ૨૦૨૫માં ૫.૨ લાખ લાભાર્થીઓ સહભાગી થયા, જે ગયા વર્ષ કરતાં વધુ છે. પોષણ માસ (સપ્‍ટેમ્‍બર-ઓક્‍ટોબર): આ વર્ષના પોષણ માસમાં સ્‍થૂળતા અંગે જાગૃતિ, પ્રારંભિક બાળ સંભાળ, પુરુષોની સહભાગિતા અને ‘વોકલ ફોર લોકલ' પર ખાસ ભાર મૂકવામાં આવ્‍યો છે. આ પ્રસંગે મિલેટમાંથી બનતી વાનગી સ્‍પર્ધાના વિજેતાઓ, ભૂલકા મેળો ૨૦૨૫ના વિજેતાઓ અને પોષણ સંગમ કાર્યક્રમમાં ઉત્‍કૃષ્ટ કામગીરી કરનાર જિલ્‍લા-મહાનગરપાલિકાઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં સચિવ શ્રી રાકેશ શંકર, કમિશનર શ્રી રણજીત કુમાર સિંહ, મિશન ડિરેક્‍ટર શ્રીમતી જિજ્ઞાસા પંડ્‍યા વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:49 PM IST)