તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 10th October 2025
ગુજરાતમાં પશુપાલનમાં મહિલાઓની ભાગીદારી સૌથી વધુ ડેરી ઉદ્યોગ દેશમાં નમૂનારૂપઃ સંદીપકુમાર
વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક કોન્ફરન્સમાં સહકાર સચિવનું સંબોધન

રાજકોટ, તા. ૧૦: મહેસાણા જિલ્લાની ગણપત યુનિવર્સીટી, ખેરવા ખાતે આયોજિત શ્નવાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના બીજા દિવસે કળષિ વિભાગ દ્વારા ટેક્રોલોજી, ટકાઉ ઇકોસિસ્ટમ અને ઉદ્યોગ સાહસિક નવીનતા દ્વારા ડેરી સંપત્તિનું સશક્તિકરણ વિષય પર સેમિનારનું આયોજન કરાયું હતું.
આ પ્રસંગે રાજ્યના સહકાર અને પશુપાલન સચિવ શ્રી સંદીપ કુમારે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના ૨૦૪૭ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે ઇનોવેશન, સ્થિરતા અને ઉદ્યોગ સાહસિકતા પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે સરકારશ્રી દ્વારા અનેક યોજનાઓ અમલી બનાવી છે. દૂધ ઉત્પાદન ગ્રોસ વેલ્યુ એડિશન વધારવા માટે દેશમાં ગુજરાતની ભાગીદારી સૌથી વધારે મહત્ત્વની છે. ગુજરાતનું ડેરી મોડલ આજે સમગ્ર દેશમાં રોલ મોડલ બન્યું છે. સહકાર વિભાગ દ્વારા ગ્રામ્ય લેવલે સહકારિતા અંગે વધુ ધ્યાન કેન્દ્રિત કરાયું છે.
સચિવશ્રી સંદીપકુમારે જણાવ્યું કે, દેશ આજે અમૂલ કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના મોડેલને પણ અપનાવી રહ્યો છે. આવનાર પાંચ વર્ષમાં રાજ્યના ગ્રામિણ ક્ષેત્રોમાં ૨ લાખથી પણ વધુ પેક્સ ઊભા કરાશે. ગુજરાતના પશુપાલનમાં મહિલાઓની ભાગીદારી સૌથી વધુ છે.
ઉદ્યોગ સાહસિકતા અને શિક્ષણ વિભાગ અમદાવાદના ડિરેક્ટર શ્રી સત્યરંજન આચાર્યએ મહિલાઓ અને યુવાનોમાં ડેરી વેલ્યુ ચેઇન અને ઉદ્યોગ સાહસિકતા વિષય પર વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે બનાસ ડેરીના એ.જી.એમ ર્ડા. પી.આર.વાઘેલાએ બનાસ ડેરીની સફળતા વિશે વાત કરી હતી. તેમણે ટ્રેનિંગ, યોજનાઓ, મહિલાઓની ભાગીદારી, બનાસ ડેરીના મોલ અને વ્યવસાયો વિશે સવિસ્તાર માહિતી આપી હતી.
NDDB આણંદના એનિમલ ન્યુટ્રીશન ગ્રુપના વૈજ્ઞાનિક શ્રી ભૂપેન્દ્ર ટી. ફોન્ડબા દ્વારા ક્લાઈમેટ રેઝિલિઅન્ટ ડેરી ર્ફામિંગ, પાણીની અછત અને ગરમીનો સામના કરવા વિષય પર વક્તવ્ય આપ્યું હતું. સરહદ ડેરી, કચ્છના આસિસ્ટન્ટ મેનેજર શ્રી જય ચૌધરીએ કેમલ મિલ્ક પર પ્રેઝન્ટેશન આપીને માહિતી આપી હતી. આ સેમિનારમાં ઉદ્યોગકારો, પશુપાલકો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
