<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

ગુજરાતમાંથી ચોમાસું હવે ગણતરીના કલાકો બાદ સંપૂર્ણ વિદાય લઈ લેશે : 24 કલાક બાદ હવામાન સંપૂર્ણ સુકુ થઈ જશે : ખેડૂતોને ખેતરમાં ઉગાડેલો પાકની લણણી કરી શકશે

ઓક્ટોબર મહિનામાં પૂર્વ મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં મહત્તમ તાપમાન સામાન્ય નીચું રહેશે : સૌરાષ્ટ્ર કચ્છમાં મહત્તમ તાપમાન સામાન્યથી ઊંચું રહેવાની શક્યતા

અમદાવાદ તા.૧૦ : ગુજરાતમાંથી ચોમાસું હવે ગણતરીના કલાકો બાદ સંપૂર્ણ વિદાય લઈ લેશે.વાતાવરણ 24 કલાક બાદ સંપૂર્ણ સુક્કૂ થઈ જશે જેના લીધે ખેડૂતોને ખેતરમાં ઉગાડેલો પાકની લણણી કરી શકશે. આગામી 24 કલાક બાદ ફરી ચોમાસાની વિદાયની ગતિવિધિ શરૂ થવા માટે વાતાવરણ સાનુકૂળ થઈ રહ્યું છે.

અમદાવાદ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે કે, ગુજરાતમાંથી ચોમાસું સંપૂર્ણપણે વિદાય લઈ ચૂક્યું છે. આગામી 7 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની શક્યતા. અમદાવાદમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. આગામી સાત દિવસ રાજ્યના વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહી.

ચાલુ ઓક્ટોબર મહિનામાં પૂર્વ મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં મહત્તમ તાપમાન સામાન્ય નીચું રહેશે. તેમજ ઓક્ટોબર મહિનામાં સૌરાષ્ટ્ર કચ્છમાં મહત્તમ તાપમાન સામાન્યથી ઊંચું રહેવાની શક્યતા છે. અમદાવાદ શહેર માટે કોઈ નવીની આગાહી નથી. તેમજ દરિયા કિનારે પવનની કોઈ આગાહી નથી જેથી માછીમારોને હવામાન વિભાગ તરફથી કોઈ નવીની આગાહી નથી દર્શાવાઈ.

(4:25 PM IST)