<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

સુરતના ઈચ્છાપોરમાં તાડી પીવા ગયેલ યુવાનનું રહસ્યમય મોત : તાડીના નશામાં બંનેએ ઝઘડા બાદ 22 વર્ષીય રાહુલ ઉર્ફે રોહિત નામના યુવકનું મોત થયું ઘટના બાદ સ્થાનિકોએ તાડી વેચનારના ઘરે જનતા રેડ કરી, યુવાનના મોત બાદ સ્થાનિકોમાં ભારે આક્રોશ

મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. સિવિલ હોસ્પિટલમાં યુવકની માતાના હૈયાફાટ રુદનના કારણે ગમગીની છવાઈ ગઈ

સુરત તા.૧૦ : સુરતના ઈચ્છાપોરમાં તાડી પીવા ગયેલ યુવાનનું રહસ્યમ મોત થયું. યુવક તાડી પીવા ગયો ત્યારબાદ એક યુવક સાથે ઝઘડો થયો હતો. તાડીના નશામાં બંનેએ ઝઘડો કર્યા હતો. ઝઘડા બાદ 22 વર્ષીય રાહુલ ઉર્ફે રોહિત નામના યુવકનું મોત થયું. ઘટના બાદ સ્થાનિકોએ તાડી વેચનારના ઘરે જનતા રેડ કરી. યુવાનના મોત બાદ સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો. ગેરકાયદે રીતે તાડી વેચનાર પર તવાઈ બોલાવી. તાડી વેચનાર ઘર છોડી ફરાર થયો છે. મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ બહાર આવશે.

યુવક તાડી પીવા ગયો ત્યારબાદ એક યુવક સાથે કર્યો હતો ઝઘડો

મળતી માહિતી મુજબ સુરતના ઈચ્છાપોર સ્થિત બોમ્બે કોલોનીમાં રહેતો 18 વર્ષીય રાહુલ ઉર્ફે રોહિત કંચનભાઈ રાઠોડ છૂટક મજુરી કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. ગતરોજ તેનું રહસ્મયસંજોગોમાં મોત થયું હતું. સબંધીઓના જણાવ્યા મુજબ તે મિત્ર સાથે તાડી પીવા ગયો હતો જ્યાં તેનો એક યુવક સાથે ઝઘડો થયો હતો. રાહુલને તાત્કાલિક 108 મારફતે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાંના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

તાડી વેચનારના ઘરે સ્થાનિકોએ કરી જનતા રેડ

યુવકના મોત બાદ લોકોએ તાડી વેચનારા વ્યક્તિના ઘરે જનતા રેડ કરી હતી, બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોચી હતી અને તાડીનો મુદામાલ જપ્ત કર્યો હતો. હાલ આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને યુવકના મોતનું કારણ પીએમ રીપોર્ટ બાદ જ સામે આવી શકશે. યુવકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. સિવિલ હોસ્પિટલમાં યુવકની માતાના હૈયાફાટ રુદનના કારણે ગમગીની છવાઈ ગયી હતી.

(4:38 PM IST)