<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

મુંબઈ નેશનલ હાઈવે પર જી.એસ.એફ.સી. બ્રિજ પાસે છાણી પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે દરોડો પાડીને 62.19 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપ્યો

ટ્રક ડ્રાઈવર સતવીરસિંહ વાલ્મિકી (રહે: ખુંગાઈ, તા. બદલી, જિ. ઝજ્જર, હરિયાણા) અને સહ-ડ્રાઈવર મનજીત શર્મા (રહે: બિરધાણા, તા. ડી., ઝજ્જર, હરિયાણા)ને સ્થળ પરથી જ ઝડપવામાં આવ્યા, પોલીસે બંને સામે કેસ નોંધ્યો છે અને અન્ય વોન્ટેડ આરોપીઓની શોધખોળ

વડોદરા તા.૧૦ : દિવાળી પર્વ પૂર્વે રાજ્યમાં દારૂબંધી વચ્ચે ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરીનો મોટો મામલો સામે આવ્યો છે. અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર જી.એસ.એફ.સી. બ્રિજ પાસે છાણી પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે દરોડો પાડી 62.19 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપ્યો હતો. ટીમે હરિયાણા રાજ્યના બે આરોપીઓને ઝડપી પાડી દારૂ, ટ્રક અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ, SMCને બાતમી મળી હતી કે નાગાલેન્ડ પાસિંગના કન્ટેનર નંબર NL-01-AJ-6162માં લાકડાના ભૂસાની થેલીઓની આડમાં વિદેશી દારૂની પેટીઓ છુપાવી હરિયાણાથી ગાંધીધામ તરફ હેરાફેરી કરવામાં આવી રહી છે. આ માહિતીના આધારે ટીમે હાઈવે પર ટ્રક રોકી તપાસ કરતાં તેમાં ₹60.19 લાખ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

કાર્યવાહી દરમિયાન ટ્રક ડ્રાઈવર સતવીરસિંહ વાલ્મિકી (રહે: ખુંગાઈ, તા. બદલી, જિ. ઝજ્જર, હરિયાણા) અને સહ-ડ્રાઈવર મનજીત શર્મા (રહે: બિરધાણા, તા. ડી., ઝજ્જર, હરિયાણા)ને સ્થળ પરથી જ ઝડપવામાં આવ્યા હતા. પોલીસે બંને સામે કેસ નોંધ્યો છે અને અન્ય વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે, જેમાં ઋષિરાજ ઝજ્જર અને રાકેશ જાટ (બંને સપ્લાયર, હરિયાણા), ગાંધીધામના અજાણ્યા રિસિવર તથા ટ્રકના માલિકનો સમાવેશ થાય છે.

વિશેષ વાત એ છે કે SMCની આ કામગીરી દરમિયાન સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હોવાનું જણાય છે. અગાઉ પણ આ જ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂની હેરાફેરીના કેસ પકડી પાડ્યા હતા. વારંવારની રેડ છતાં દારૂબંધી માત્ર નામની જ રહી હોવાનું ચિતારજનક દૃશ્ય સામે આવ્યું છે.

(5:02 PM IST)