<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

સુરત સાયબર ક્રાઇમ સેલમાં નોંધાયેલા રૂપિયા 200 કરોડના ફ્રોડ ગુન્હાના ગુજસીટોકના 2 વોન્ટેડ આરોપીઓની ઘરપકડ

કતારગામના ઉદયનગરમાં સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટમાંથી પકડાયા: આરોપીઓ છેલ્લા 9 મહિનાથી નાસતા-ફરતા હતા:આરોપીઓ પાસેથી 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

સુરત સાયબર ક્રાઇમ સેલમાં નોંધાયેલા રૂપિયા 200 કરોડના ફ્રોડ કેસના ફરાર બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. Lcb ઝોન 3 ની ટીમે બંને આરોપીઓની ધરપકડ કરી છે.  આરોપીઓ વિરુદ્ધ ફ્રોડ કેસમાં ગુજસીટોક હેઠળ સુરત સાયબર ક્રાઇમ સેલમાં ગુન્હો નોંધાયો હતો. જે ગુન્હામાં આરોપીઓ છેલ્લા નવ માસથી ફરાર હતા. બંને આરોપીઓ 200 કરોડના ફ્રોડ કેસના મુખ્ય આરોપી મિલન દરજીના સુત્રધાર હોવાનું કહેવાય છે. 

   ઉપરાંત ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સાયબર ક્રાઈમના ગુનામાં પણ આરોપીઓ ફરાર હતા. બંને આરોપીઓ પાસેથી pos અને paytm મશીન, લેપટોપ,વાઇફાઇ રાઉટર, આઈપી કેમેરો, સ્ટેમ્પ, sbi બેંકની ચેકબૂક, મોબાઈલ ફોન મળી3.08 લાખનો મુદ્દામાલ મળી આવતા કબજે કર્યો છે. આરોપીઓ નિખિલ દિનેશ મકવાણા અને પ્રતીક દિનેશ મકવાણાની ધરપકડ કરાઈ છે.

(6:25 PM IST)