<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

અમદાવાદની નારાયણ ગુરુ કોલેજે 900 વિદ્યાર્થીઓની વધારે ફી લઈ લીધી: NSUI એ કોલેજ ખાતે દેખાવો કર્યાં

કોલેજે ભૂલથી વધારે ફી ઉઘરાવાઈ હોવાનુ સ્વીકાર્યું : વિરોધ બાદ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓની ફી પરત આપવા ખાતરી આપી

અમદાવાદની નારાયણ ગુરુ કોલેજે 900 વિદ્યાર્થીઓની વધારે ફી લઈ લીધી હોવાનુ પ્રકાશમાં આવ્યું છે. ચાર વર્ષીય કોર્ષની ફી રેગ્યુલરના વિદ્યાર્થીઓ પાસેથી વધુ વસૂલી લીધી છે. વિદ્યાર્થીદીઠ 1750 વધારે ફી લેતા NSUI એ કોલેજ ખાતે દેખાવો કર્યાં હતા. કોલેજે ભૂલથી વધારે ફી ઉઘરાવાઈ હોવાનુ સ્વીકાર કર્યું હતું. કોલેજે FRC એ નિયત કરેલ ટ્યુશન ફી કરતા વધુ ઉઘરાવી હતી. વિરોધ બાદ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓની ફી પરત આપવા ખાતરી આપી છે

(6:30 PM IST)