News of Friday, 10th October 2025
વિરમગામના સોકલી ગામથી ૧.૩૫ કરોડના વિકાસ કામોનું ધારાસભ્ય હાર્દિક પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરાયું
શિક્ષણ અને આરોગ્યના કામો અમે માત્ર મત માટે નહીં પરંતુ લોકના આશીર્વાદ માટે કરીએ છીએ. વિરોધીઓને જવાબ બોલીને નહીં પરંતુ વિકાસના કામ કરીને આપતો રહીશ : ધારાસભ્ય હાર્દિક પટેલ

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : "શિક્ષણ અને આરોગ્યના કામ પાંચ વર્ષ માટે નહીં પરંતુ ૨૫ વર્ષ માટે લોકોના કામે આવતા હોય છે, શિક્ષણ અને આરોગ્યના કામો અમે માત્ર મત માટે નહીં પરંતુ લોકના આશીર્વાદ માટે કરીએ છીએ. વિરોધીઓને જવાબ બોલીને નહીં પરંતુ વિકાસના કામ કરીને આપતો રહીશ" આ શબ્દો છે ધારાસભ્ય હાર્દિક પટેલના. વિકાસ સપ્તાહ અંતર્ગત ગુરૂવારે વિરમગામ તાલુકાના સોકલી ગામથી ૧.૩૫ કરોડના વિકાસ કામોનું ધારાસભ્ય હાર્દિક પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સોકલી અને મોટા હીરાપુરા ગામમાં ૯૦ લાખના ખર્ચે તૈયાર થયેલ પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું તથા કરકથલ, ગોરૈયા અને મણીપુરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ૪૫ લાખના ખર્ચે નવી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે જેને લીલી ઝંડી આપીને રવાના કરવામાં આવી હતી.
ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું કે વિરમગામ વિધાનસભામાં શિક્ષણ અને આરોગ્યના વિકાસ કામો માટે હું તત્પર છું, ટૂંક સમયમાં કરકથલ ગામે બે કરોડના ખર્ચે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવશે. આ પ્રસંગે મોટી સંખ્યા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ, ભાજપના હોદ્દેદારો સહિત ગ્રામજનોએ હાજરી આપી હતી
(6:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
