News of Saturday, 11th October 2025
મહાલક્ષ્મી પૂજન-શારદા પૂજન સહિતના શુભ મુહૂર્તો
દીપાવલી પર્વ પૂર્વે બજારમાં ચહલ પહલ વધતા ચકકાજામ ઉત્સાહ-ઉમંગનો પર્વ કરોડો રૂપિયાના ખર્ચે ઉજવાશે, આનંદ-ઉલ્લાસના ઓઘ સર્જાશે

વડોદરા તા.૧૧: દિવાળીના કાઉન્ટ-ડાઉન શરૂ થઈ ગયા હોઈ બજારોમાં ચહલ-પહલ વધી રહી છે. ઘરના સુશોભન, ક્રોકરી, રેડિમેઇડ ગારમેન્ટ્સ, શૂઝ, ગિફટ આર્ટિકલ્સ, ગૃહથયોગી ચીજવસ્તુઓ, ઈલેક્ટ્રોનિક્સ ઈક્વિપમેન્ટ સહિતનો સરસામાન ખરીદવા ભીડ ઉમટે છે. જેને પગલે રાજમાર્ગો પર ચક્કાજામની સ્થિતી સર્જાય છે.
મનુષ્ય જીવનમાં ઉર્જા શક્તિની વિશેષ જરૂરિયાત છે. જે માટે મહાલામી માતાજી અને શારદા પૂજનનું વિશેષ મહત્વ છે. પોતાના વ્યાપાર-ધંધા-રોજગાર સહિત ઘરમાં સુખ-શાંતિ અને સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ માટે ભગવતી મહાલક્ષ્મીનું પૂજન-અર્ચન કરાય છે. આ વર્ષે રમા એકાદશી અને વાઘબારસ તા. ૧૭મી ઓક્ટોબરે શુક્રવારે છે. ધનતેરસ તા. ૧૮મીએ, કાળી ચૌદસ તા.૧૯ અને દિવાળી તા. ૨૦મી ઓક્ટોબરે છે. જયારે, નૂતન વર્ષ વિક્રમ સંવત-૨૦૮૨ પિગલ નામ સંવત્સર તા.૨૨મીએ શરૂ થશે. તા.૨૩મીએ ભાઈ બીજ, તા. ૨૬મીએ લાભ પાંચમ છે. તા.રજી નવેમ્બરે દેવ ઉઠી એકાદશી અને તા.૫મી નવેમ્બરે દેવદિવાળીએ નરસિહજીનો વરઘોડો નીકળશે.
ીંદિવાળી દરમિયાન ઉત્સવનો ઉમળકો
રમા એકાદશી-વાઘ બારસ તા.૧૭મી ઓક્ટોબરે શુક્રવારે ધનતેરસ તા.૧૮મી ઓક્ટોબરે શનિવાર છે. શનિ પ્રદોષનો અનોખો સંયોગ ધનપૂજન, લક્ષ્મીપૂજન સૂર્યાસ્ત પછી જ શ્રેષ્ઠ ગણાય છે. ધનપુજન-લક્ષ્મીપૂજનનું મુહૂર્ત સાંજે ૬.૧૧થી ૭.૪૫ અને રાત્રે ૯.૧૮ કલાકથી રાત્રે ૧.૩૨ સુધી છે. કાળી ચૌદશ તા.૧૯મી ઓક્ટોબરે રવિવારે છે. જે દિવસે બટુક ભૈરવ, કાલ ભૈરવની પુજા તેમજ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે.
ચોપડા-સોના-ચાંદી ખરીદી માટે મૂહુર્ત
૧૪મીએ સવારે ૧૧.૦૫થી બપોરે ૧.૫૩, બપોરે ૩.૨૦ કલાકથી સાંજે ૪.૪૭, સાંજે ૭.૪૭ થી રાત્રે ૯.૨૦ મિનિટ સુધી ચોપડા, સોના-ચાંદી ખરીદી માટે શુભ મુહુર્ત છે.
લક્ષ્મી પૂજન, શારદા પૂજન સંદર્ભે અસમંજસ
૨૦મીએ દીપાવલી પર્વે લક્ષ્મીપૂજન, શારદાપૂજન કરવું જોઇએ. સવારે ૧૦.૩૨થી૧૦,૫૯, બપોરે ૨.૫૬થી સાંજે ૬.૦૯ કલાક, સાંજે ૬.૧૫થી રાતે ૯.૩૪ અને રાતે ૧૦,૫૧થી ૧૨.૨૫ સુધી અને મધરાતે ૧.૧૨ કલાકથી ૩.૦૫ સુધી છે.
નૂતન વર્ષની પૂજાના શ્રેષ્ઠ મુહૂર્તો
૨૨મીએ વિક્રમ સંવત ૨૦૮૨ પિગલ નામ સંવત્સર પ્રારંભથશે. નુતન વર્ષના મુહૂર્તનો શ્રેષ્ઠ સમય સવારે ૬ ૨૧થી ૯:૧૪ સુધી છે. તા.૨૩મીએ ભાઈ બીજ. તા.૨૬મીએ લાભપાંચમનું મુહુર્ત સવારે ૭.૫૨થી બપોરે ૧૨:૦૪ સુધી છે.
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
