<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th October 2025

અરવલ્લીમાં રેતીના ડમ્પરમાં દારૂ ઘૂસાડવાનો નવો કિમીયો, લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો

અરવલ્લી: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં, બૂટલેગરો દ્વારા દારૂ ઘૂસાડવા માટે અવનવા કિમીયા અજમાવવામાં આવી રહ્યા છે. અરવલ્લી પંથકમાં પોલીસે રેતી ભરેલા એક ડમ્પરમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડીને દારૂની હેરાફેરીના નવા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રેતીના ડમ્પરની અંદર ખાસ ગુપ્ત ખાનાઓ બનાવીને દારૂ છુપાવવામાં આવ્યો હતો. પોલીસે આ ડમ્પરને અટકાવીને તપાસ કરતા, તેમાંથી રૂપિયા ૨૫ લાખની કિંમતની ૮,૧૬૦ દારૂની બોટલો મળી આવી હતી. અરવલ્લી પોલીસની આ કાર્યવાહીથી ગુજરાત-રાજસ્થાન સરહદ પર દારૂની હેરાફેરી કરતા બૂટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે ડમ્પરના ચાલકની ધરપકડ કરીને આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ શરૂ કરી છે.

(1:37 PM IST)