<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th October 2025

બોટાદમાં ‘આપ'ના રાજુ કરપડાની ધરપકડ : કાલે ઇસુદાનની અધ્‍યક્ષતામાં કિસાન મહા પંચાયત

ખેડુતો માટે અવાજ ઉઠાવનાર નેતાની ધરપકડ કરીને ભાજપે તેનો અસલી ચહેરો બતાવ્‍યોઃ ગુજરાત પ્રદેશ આ આદમી પાર્ટીના પ્રમુખનો આક્રોશ

રાજકોટ, તા. ૧૧: આમ આદમી પાર્ટીનાં ખેડૂત નેતા અને આમ આદમી પાર્ટીનાં કિસાન સેલનાં પ્રદેશ અધ્‍યક્ષ રાજુભાઇ કરપડાની કાલે બોટાદમાં પોલીસે ધરપકડ કરતા ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના અધ્‍યક્ષ ઇસુદાન ગઢવીએ આક્રોશ ઠાલવ્‍યો છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ બોટાદ માર્કેટ યાર્ડમાં થયેલા કળદાના વિવાદ પર પ્રેસ કોન્‍ફરન્‍સ કરીને કહ્યું હતું કે, અમારા ખેડૂત નેતા રાજુ કરપડાએ કળદા રાજથી છુટકારો મેળવવા માટે બોટાદ માર્કેટ યાર્ડમાં જવાનું એલાન કર્યું હતું અને તેમની સાથે હજારોની સંખ્‍યામાં ખેડૂતો પણ જોડાયા હતા. બોટાદમાં કંઇ રીતે કળદાનું કૌભાંડ ચાલે છે એ સમજાવતા ઇસુદાન ગઢવીએ જણાવ્‍યું હતું કે, યાર્ડમાં કપાસનો ભાવ ૧૩૦૦ રૂપિયા નક્કી થયો હોય પહેલા વેપારીઓ રિંગ બનાવીને બધું ચેક કરી લીધા પછી તેઓ એવું કહે કે આ બાકીનો કપાસ ભેજવાળો છે એ બરાબર નથી એવું કહીને એ ૧૧૦૦ રૂપિયામાં ખરીદે આમાં જે ૨૦૦ રૂપિયા ઓછા આપે એને કળદો કહેવામાં આવે છે.

 રાજુ કરપડાએ  માંગણી કરી હતી કે જે કળદો છે એને બંધ કરવામાં આવે અને ખેડૂતોને જીન સુધી માલ પહોંચાડવા માટે નહીં કહેવામાં આવે. આ બંને માંગણીઓ મૌખિક સ્‍વીકારી પરંતુ ભાજપના કહેવાથી લેખીતમાં આપવાની ના પાડી. તેથી ખેડૂતોએ યાર્ડમાં રામધૂન કરી હતી. હજારો ખેડૂતો ભૂખ્‍યા તરસ્‍યા યાર્ડમાં બેઠા છે ત્‍યાં પાણી બંધ કરી દેવામાં આવ્‍યું જેથી ખેડૂતો મુશ્‍કેલીમાં પડે. તમામ યાર્ડમાં આવું જ ચાલી રહ્યું છે. તમામ યાર્ડ પર ભાજપના નેતાઓ, બાહુબલીઓએ કબજો કરી લીધો છે. આખા ગુજરાતમાં તમામ ખ્‍ભ્‍પ્‍ઘ્‍માં ભાજપના નેતાઓ કૌભાંડ ચલાવી રહ્યા છે માત્ર કપાસમાં જ નહીં પરંતુ અલગ અલગ રીતે મગફળીમાં, બારદાનના વજનમાં પણ ગરબડ કરે છે એવું આખું નેટવર્ક ચલાવે છે. આવી રીતે કરોડનું કૌભાંડ ભાજપના નેતાઓ જણસ ખરીદવામાં કરી રહ્યા છે.

અમારા ખેડૂત નેતા રાજૂભાઈ કરપડાને અત્‍યારે સુરેન્‍દ્રનગર લઈ ગયા છે બીજા જે આગેવાનો હતા તેમને પણ ડિટેઈન કરી દીધા છે. આવતીકાલે બપોર પછી હું બોટાદ જવાનો છું ગુજરાતને ખેડૂતોને એલાન કરું છું કે કાલે બોટાદમાં સાંજે પાંચ વાગ્‍યે  મહાપંચાયતનું આયોજન કરીશું. હું લાખો ખેડૂતોને કહું છું કે આ હવે માત્ર બોટાદ માર્કેટ યાર્ડનો કે કળદાનો મુદ્દો નથી રહ્યો, યાર્ડના ચેરમેનો જે લૂંટ ચલાવે છે એ નથી, પરંતુ ગુજરાતના ૫૪ લાખ ખેડૂતોના સ્‍વાભિમાનનો હવે આ મુદ્દો છે ૫૪ લાખ ખેડૂતોના પરિવારના હકનો છે, તમામ ખેડૂતોને આહવાન કરું છું કે આપણે આવતીકાલે સૌ બોટાદમાં મળીશું. આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે ગુજરાતના તમામ ખ્‍ભ્‍પ્‍ઘ્‍માં ચાલતી ગોબાચારી વિરુદ્ધ, ખેડૂતોને ૨૦૦ ૫૦૦ ગ્રામ ઓછું આપી જે લુટ ચાલે છે, કળદાઓ કરે છે એ તમામ વિરુદ્ધ ગુજરાતમાં મુહિમ ઉપાડશે. આજે હું એલાન કરું છું કે, આ ભાજપના નેતાઓ અને પોલીસમાં જેટલી તાકાત હોય એટલું લડી લેજો.  ૨૦૨૭માં પોલીસનો પણ હિસાબ કરવામાં આવશે એ પણ તમે યાદ રાખજો.આરપારની લડાઈ માત્ર કળદા માટેની કે એક યાર્ડ પૂરતી નથી. ગુજરાતના તમામ યાર્ડમાં અમે જોઈશું અને તમામ યાર્ડમાં ખેડૂતોનું શોષણ બંધ કરાવીશું. આ ખેડૂતો માટે આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક ગોળી ખાવા તૈયાર છે.

 ભાજપ ખેડૂતો ઉપર અત્‍યાચાર કરે છે, તેમના પર લાઠી ચાર્જ કરે છે, તેમની હત્‍યાઓ કરે છે. આ મુખ્‍યમંત્રી અને ગળહમંત્રી ગુજરાત સંભાળવામાં તદ્દન નિષ્‍ફળ રહ્યા છે. પરંતુ આ સરકારને ગુજરાતની જનતા આગામી સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીમાં જવાબ આપશો અને ૨૦૨૭ માં પણ ભાજપના સુપડા સાફ કરી નાખશે. ગુજરાતના ૫૪ લાખ ખેડૂતોને હું કહેવા માગું છું કે આજે બોટાદ યાર્ડનો મુદ્દો ઉઠ્‍યો છે. આવતીકાલે તમામ યાર્ડના મુદ્દા ઉઠાવવામાં આવશે. કોઈને બક્ષવામાં નહીં આવે. જેટલી લૂંટ આ લોકો કરે છે એ કોઈને નહીં છોડવામાં આવે પરંતુ તમે એકજૂટ થાવ. જ્ઞાતિ, જાતિ, ધર્મ ભૂલીને ખેડૂત બનો. આપણે ખેડૂતોની સરકાર બનાવવાની છે. બોટાદમાં ભાજપના ઇશારે પોલીસ અત્‍યાચાર કરી રહી છે એમને પણ બક્ષવામાં નહીં આવે. બોટાદમાં આવતીકાલે બધા ખેડૂતો ભેગા થઈ રહ્યા છે આ લડાઈનો અહીંયાથી અંત નથી. આ લડાઈની અહીંયાથી શરૂઆત છે. તેમ ઇસુદાન ગઢવીએ અંતમાં જણાવ્‍યું છે.  

(3:23 PM IST)