તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 11th October 2025
સુરતના પાંડેસરામાં નકલી નોટ બનાવવાનું રેકેટ ઝડપાયું : રહેણાંક મકાનમાં બનાવાતી હતી નોટ : ત્રણ આરોપીની ધરપકડ
પોલીસે રૂ. 500ના દરની 3 નોટો, રૂપીયા 200ના દરની 3નોટો અને રૂ. 100ના દરની 6 બનાવટી ચલણી નોટો અને પ્રિન્ટર, કાગળ, સ્કેલ, કટર અને ત્રણ મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે

સુરતના પાંડેસરામાં નકલી નોટ બનાવવાનું રેકેટ ઝડપાયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. પાંડેસરામાં રહેણાંક મકાનમાં ચલણી નકલી નોટ બનાવાતી હતી. સમગ્ર મામલે પોલીસે સ્થળ પરથી 3 આરોપીની ધરપકડ કરીને ચલણી નોટો, પ્રિન્ટર, કાગળ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, સુરતના પાંડેસરામાં આવેલા મકાનમાં ધમધમતું ચલણની નોટ બનવાનું રેકેટનો પર્દાફાશ થયો છે. અગાઉ પણ શહેરમાં નકલી ચલણી નોટો છાપવાના તેમજ આવી નકલી નોટો બજારમાં ફરતી કરવાના ષડયંત્ર રચનારાઓને પોલીસે પકડી પાડયા હતા. પોલીસે મકાનની અંદર પોલીસ રેઈડ કરી હતી અને ચલણી નોટ છાપવાનો રેક્ટ ઝપડી પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસે મકાનમાંથી ચલણી નોટો તેમજ પ્રિન્ટર, કાગળો સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો. રૂ. 500ના દરની 3 નોટો, રૂપીયા 200ના દરની 3નોટો અને રૂ. 100ના દરની 6 બનાવટી ચલણી નોટો અને પ્રિન્ટર, કાગળ, સ્કેલ, કટર અને ત્રણ મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આરોપીઓ પોતે આર્થીક લાભ મેળવવા તેમજ ભારતીય અર્થતંત્રને ખોખલુ કરવાના ઈરાદે આ બનાવટી ચલણી નોટો ભારતીય બજારમાં ફરતી કરવા પોતાના કબ્જામાં રાખેલી હતી. ત્રણે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કૃત્ય કેટલા સમયથી કરી રહ્યા છે? કોણ કોણ આ કારસ્તાનમાં સંડોવાયેલા હોવાની માહિતી એકત્રિત કરવા અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
(6:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
