News of Saturday, 11th October 2025
ટેકાના ભાવે માત્ર 70 મણ મગફળી ખરીદવાના નિર્ણય સામે કોંગ્રેસનો વિરોધ :100 ટકા ટેકાના ભાવે ખરીદવા માંગણી
કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મગફળી ખરીદી મુદ્દે સીએમને પત્ર લખ્યો : ખેડૂતો દ્વારા જેટલી મગફળીનું ઉત્પાદન થયું છે તે તમામની ખરીદી કરવાની માગ કરી

અમદાવાદ : ટેકાના ભાવે માત્ર 70 મણ મગફળી ખરીદવાના નિર્ણય સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોની 100 ટકા મગફળી ટેકાના ભાવે ખરીદવાની કોંગ્રેસે માગ કરી છે. મગફળી ખરીદવા મુદ્દે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યુ કે સરકારના એકતરફી નિર્ણયોથી ખેડૂતોની અધોગતિ થઈ રહી છે. પહેલા કપાસ પરની આયાત ડ્યુટી નાબુદ કરી ખેડૂતોને નુકસાન પહોંચાડ્યું, હવે સરકારે મગફળી પકવતા ખેડૂતો પર વજ્રઘાત કરી રહી છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મગફળી ખરીદી મુદ્દે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે. ખેડૂતો દ્વારા જેટલી મગફળીનું ઉત્પાદન થયું છે તે તમામની ખરીદી કરવાની અમિત ચાવડાએ માગ કરી છે.
(8:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
