News of Saturday, 11th October 2025
અમદાવાદની એશિયા કોલેજ કેમ્પસમાં ABVPના બે જૂથો વચ્ચે ઉગ્ર મારામારી: પોલીસની હાજરીમાં બટાઝટી બોલી
એશિયા કોલેજ પ્રશાસને ફરિયાદ નોંધવા અરજી આપી: NSUI પણ બબાલ કરાનારા સામે કાર્યવાહી કરવા માગણી કરી

અમદાવાદની એશિયા કોલેજ કેમ્પસમાં ABVPના બે જૂથો વચ્ચે ઉગ્ર મારામારી થઈ હતી. હકીકતમાં કોલેજ કારોબારીની બેઠકમાં ABVPના બે જૂથો સામસામે આવી ગયા હતા. ચોક્કસ સમાજના વ્યક્તિને જ કેમ્પસ પ્રમુખ બનાવવાની માગ હતી. જોકે ABVP પ્રમુખ અન્ય સમાજના વ્યક્તિને બનાવતા મામલો બિચકાયો હતો . અને પોલીસની હાજરીમાં જ લાકડીઓ વડે મારામારી થઈ હતી
પોલીસની મંજૂરી વગર જ રેલી યોજવામાં આવી હતી આ સમગ્ર કોલેજ વિસ્તારને બાનમાં લીધો હતો. એશિયા કોલેજ પ્રશાસને ફરિયાદ નોંધવા અરજી આપી છે. તો બીજી તરફ NSUI પણ બબાલ કરાનારા સામે કાર્યવાહી કરવા માગણી કરી છે.
(8:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
