News of Saturday, 11th October 2025
રવિવારે આણંદના લાંભવેલ રોડ પરના મેદાનમાં વિરાટ હિંદુ ધર્મસભા યોજાશે
તેલંગાણાના ભાજપના ધારાસભ્ય અને પ્રખર હિંદુ વક્તા ટી.રાજાસિંહની આ ધર્મસભામાં ખાસ ઉપસ્થિતિ રહેશે : હિંદુ ધર્મના વિવિધ સંપ્રદાયના 26 સાધુ સંતો હાજર રહેશે.

આણંદમાં આવતીકાલે વિરાટ હિંદુ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યુ છે. આવતીકાલે સાંજે 4 વાગ્યે લાંભવેલ રોડ પરના મેદાનમાં આ ધર્મસભા યોજાશે. તેલંગાણાના ભાજપના ધારાસભ્ય અને પ્રખર હિંદુ વક્તા ટી.રાજાસિંહની આ ધર્મસભામાં ખાસ ઉપસ્થિતિ રહેસે. આ તકે 10 હજાર લોકો હાજર રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હિંદુ ધર્મના વિવિધ સંપ્રદાયના 26 સાધુ સંતો હાજર રહેશે. અખીલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલદાસજી મહારાજ પણ હાજર રહેશે. અમદાવાદ જગન્નાથ મંદિરના દિલિપદાસજી મહારાજ પણ ઉપસ્થિત રહેશે. વડતાલ મંદિરના નૌતમ સ્વામી, દંડી આશ્રમના વિજયદાસ મહારજ પણ હાજર રહેશે.
(8:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
