તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 11th October 2025
તહેવારો પહેલા ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ : શામળાજી બસ સ્ટેન્ડ નજીક ડમ્પરમાંથી 25.36 લાખનો વિદેશી દારુનો જથ્થો ઝડપાયો
પોલીસની નજર ચૂકવવા અંતરિયાળ માર્ગથી દારુની હેરાફેરી ઝડપાઈ : LCBએ પીછો કરીને દારૂ ભરેલા ડમ્પરને ઝડપ્યો: ડમ્પર ચાલકની ધરપકડ

અમદાવાદ : ગુજરાતમાં અવારનવાર દારુનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે અરવલ્લીમાંથી ફરી એક વાર દારુનો જથ્થો ઝડપાયો છે. અરવલ્લી જિલ્લામાં તહેવારો પહેલા રાજસ્થાનથી દારુ ઘુસાડવાનો પ્રાયસ હાથ ધરવામાં આવ્યો છે. શામળાજી બસ સ્ટેન્ડ નજીક ડમ્પરમાંથી દારુનો જથ્થો ઝડપાયો છે. પોલીસની નજર ચૂકવવા અંતરિયાળ માર્ગથી દારુની હેરાફેરી ઝડપાઈ છે. LCBએ પીછો કરીને દારૂ ભરેલા ડમ્પરને ઝડપ્યો છે. મળતી માહિતી અનુસાર ડમ્પરમાંથી 25.36 લાખની કિંમતનો વિદેશી દારુનો જથ્થો ઝડપાયો છે. પોલીસે ડમ્પરચાલકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
(9:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
