તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Sunday, 12th October 2025
દિવાળીના તહેવાર નિમિત્તે સુરતમાં પરપ્રાંતિયોએ વતનની વાટ પકડીઃ ઉઘના રેલ્વે સ્ટેશન બહાર પરપ્રાંતીયોની ૧ કિ.મી. લાંબી લાઇનો
ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખાંડ, ઓડીસા તરફની ટ્રેનોમાં ભારે ઘસારોઃ રેલ્વે સ્ટેશને મુસાફરોની ભારે ભીડ

સુરતઃ સુરત મિની ભારત તરીકે ઓળખાય છે. ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોમાંથી લોકો અહીં રોજગારી મેળવવા માટે આવતા હોય છે. દિવાળી તહેવારના સમયે આ તમામ લોકો પોતાના વતન જતા હોય છે. જેને લઈને મોટો ધસારો ટ્રેનમાં જોવા મળતો હોય છે. તેવામાં હવે દિવાળી અને છઠપૂજા પહેલા જ સુરતમાંથી પરપ્રાંતિયોએ વતનની વાટ પકડી છે. ઉધના રેલવે સ્ટેશન બહાર પરપ્રાંતિયોની 1 કિમી લાંબી લાઈનો લાગી છે.
દિવાળી અને છઠપૂજા પહેલાં ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિસા તરફની ટ્રેનોમાં ભારે ધસારો જોવા મળે છે. આ વખતે બિહારમાં ચૂંટણી હોવાથી દર વર્ષ કરતાં વધુ ભીડ જોવા મળી રહી છે. હવે દિવાળીને ગણતરીના દિવસ બાકી છે.. જેથી ઉત્તરપ્રદેશ, બિહાર તરફની ટ્રેનોમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ઉધના રેલવે સ્ટેશન બહાર ટ્રેનમાં બેસવા માટે પરપ્રાંતીયોની એક કિમી લાંબી લાઇન લાગી છે.
સવારથી બપોર સુધીમાં 4 ટ્રેનમાં બેસવા 6000થી વધુ મુસાફરો રેલવે સ્ટેશન પહોંચી ગયા છે. મુસાફરોની આ જંગી ભીડને કારણે સ્ટેશન પર એક કિમી લાંબી લાઇન જોવા મળી રહી છે.. ભીડને કાબૂમાં રાખવા સાથે કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને તે માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ અને રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમ સતત પેટ્રોલિંગમાં જોવા મળી હતી.
(4:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
