News of Sunday, 12th October 2025
તલવાર વડે હુમલો કર્યાનો વિડિઓ વાયરલ થતા પાલનપુરની ગઢ પોલીસે અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવ્યું
જાહેરમાં ઉઠક બેઠક કરાવી: પોલીસે આરોપીની ધરપકડ કરી સ્થળ ઉપર લઈ જઈ રી કન્ટ્રક્શન કર્યું

પાલનપુરની ગઢ પોલીસે અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવ્યું છે. પાલનપુરના ચંડીસર મુકામે થોડા દિવસ અગાઉ તલવાર વડે હુમલો કર્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થતા ગઢ પોલીસ મથકે ચાર લોકો સામે નામ જોગ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી સ્થળ ઉપર લઈ જઈ રી કન્ટ્રક્શન કર્યું હતું. આરોપીઓને જાહેરમાં ઉઠક બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું છે. ચાર આરોપીમાંથી ત્રણ આરોપીની ધરપકડ કરાઈ છે. એક આરોપી પોલીસ પકડથી દૂર છે.
(8:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
