News of Sunday, 12th October 2025
અમદાવાદમાં લાલ દરવાજા વિસ્તારમાં દિવાળી પહેલાની ધૂમ ખરીદી : બજારમાં ચક્કાજામના દૃશ્યો જોવા મળ્યા
પોલીસ દ્વારા રવિવારનો દિવસ હોવાથી બંદોબસ્ત અને પેટ્રોલિંગ હાથ ધરાયુ :છુપા વેશમાં પણ પોલીસ જવાનો અને મહિલા પોલીસ બંદોબસ્તમાં તૈનાત

અમદાવાદમાં લાલ દરવાજા વિસ્તારમાં દિવાળી પહેલાની ધૂમ ખરીદી જોવા મળી છે. દિવાળી પહેલાના છેલ્લા રવિવારે બજારમાં ચક્કાજામના દૃશ્યો જોવા મળ્યા. અમદાવાદ અને જિલ્લાના લોકોની ખરીદી માટે ભારે ભીડ ઉમટી છે. દિવાળી પહેલાની ખરીદી માટે લાલ દરવાજા વિસ્તાર ઘણો ફેમસ છે. નાના બાળકોથી લઈને મોટા તમામ માટેની ખરીદી માટે લોકો લાલ દરવાજા આવે છેં. બજારમાં મોબાઈલ ચોરી અને પીક પોકેટિંગ સહિતની ઘટનાઓ પણ નોંધાઈ છે. પોલીસ દ્વારા રવિવારનો દિવસ હોવાથી બંદોબસ્ત અને પેટ્રોલિંગ હાથ ધરાયુ છે. છુપા વેશમાં પણ પોલીસ જવાનો અને મહિલા પોલીસ બંદોબસ્તમાં તૈનાત છે.
(8:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
