News of Sunday, 12th October 2025
સાબરકાંઠાનાં પ્રાંતિજ શહેર ભાજપ પ્રમુખ પર યુવતીને ભગાડવાનો આક્ષેપ : કુશવ બ્રહ્મભટ્ટ પર શિક્ષણને લાંછન લગાવવાનો આરોપ
આરોપી શિક્ષકે બે વર્ષથી ટ્યુશન ક્લાસ દરમિયાન યુવતીને પોતાની જાળમાં ફસાવી હોવાનો યુવતીનાં પરિજનોએ આરોપ લગાવ્યો

સાબરકાંઠાનાં પ્રાંતિજ શહેર ભાજપ પ્રમુખ પર યુવતીને ભગાડવાના આરોપથી સનસનાટી. વ્યવસાયે શિક્ષક એવા શહેર ભાજપનાં શહેર પ્રમુખ કુશવ બ્રહ્મભટ્ટ પર શિક્ષણને લાંછન લગાવવાનો આરોપ છે. યુવક યુવતીને લગ્નનાં ઇરાદે ભગાડી ગયાનો આરોપ છે. યુવતીના પિતાએ બે દિવસ અગાઉ પુત્રી ગૂમ થયાની પોલીસને ફરિયાદ કરી હતી. આરોપી શિક્ષકે બે વર્ષથી ટ્યુશન ક્લાસ દરમિયાન યુવતીને પોતાની જાળમાં ફસાવી હોવાનો યુવતીનાં પરિજનોનો આરોપ છે. યુવતીનાં પરિજનોએ આ મામલે પોલીસને રજૂઆત પણ કરી છે. યુવતીને શોધી માતા-પિતાને સોંપવા રજૂઆત કરાઇ હતી. 33વર્ષના યુવકે 22 વર્ષની યુવતીને ફસાવ્યાનો આક્ષેપ છે.
(9:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
