હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 13th October 2025
ઇડરના ઉમેદપુરામાં ગેરકાયદે વાવેતર કરેલા 11.39 લાખના 187 ગાંજાના છોડ પકડાયા
કૂવા ઉપર આવેલી ખુલ્લી જગ્યામાં ગેરકાયદે ગાંજાના છોડનું વાવેતર કરાયું હતું: ખેતર માલિક અને ભાગેથી વાવેતર કરનારા એમ બે જણાની ધરપકડ

ઈડર તાલુકાના ઉમેદપુરા ગામે આવેલા માળિયાવાળા કૂવા તરીકે ઓળખાતી જગ્યા પર ગેરકાયદે ઉગાડવામાં આવેલા ગાંજાના ૧૮૭ છોડ કિં.રૂ. ૧૧,૩૯,૯૬૦નો જથ્થો ઇડર પોલીસે ઝડપી પાડ્યો હતો. આ મામલે ખેતર માલિક અને ભાગેથી વાવેતર કરનારા એમ બે જણાને ઇડર પોલીસે ઝડપી લઈ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પોલીસસૂત્રોમાંથી મળતી મહિતી મુજબ ઇડર તાલુકા ઉમેદપુરા ગામના મહેન્દ્રભાઈ જયંતીભાઈ પટેલના માલિકીના માળિયાવાળા કૂવા ઉપર આવેલી ખુલ્લી જગ્યામાં ગેરકાયદે ગાંજાના છોડનું વાવેતર કરાયું હતું. આ અંગેની પોલીસને માહિતી મળતાં ઇડર પોલીસે સ્થળ પર દોડી જઈ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન લીલા તથા સૂકા ગાંજાના કુલ ૧૮૭ છોડ મળી આવ્યા હતા.
(12:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
