News of Monday, 13th October 2025
આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિ.એ ગુજરાતમાં ૧૦ નવી શાખાઓ ખોલી

રાજકોટઃ૧૩, આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (AHFL)એ ગુજરાતમાં તમામ વિવિધ શહેરોમાં ૧૦ નવી શાખાઓ ખોલવાની જાહેરાત કરી હતી, જેને પગલે રાજ્યમાં કંપનીની કુલ શાખાઓની સંખ્યા વધીને ૮૩ થઈ ગઈ છે. વળી,આ નવી શાખાઓનો ઉમેરો થવાથી કંપનીએ દેશભરમાં શાખાઓની સંખ્યા ૬૦૦થી વધારે કરવાનું સીમાચિહ્ન પણ સર કર્યું છે. કંપનીએ ગુજરાતમાં અંબાજી, ચોટિલા, દીયોદર, જામજોધપુર, પાલિતાણા, થરાદ, ઉના અને કડી સહિત ૧૦ શહેરોમાં નવી શાખાઓ ખોલી છે, તો વડોદરામાં તેની શાખા અને પ્રાદેશિક ઓફિસ બંને છે.આ સીમાચિホરૂપ સફળતાની ઉજવણી કરવા કંપનીએ તમામ શાખાઓમાં ઉદ્ધાટન સમારંભનું આયોજન કર્યું હતું, જેમાં કંપનીમાંથી વિવિધ ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી. આ જાહેરાત વિશે આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ રિષિ આનંદે કહ્યું હતું કે,અમને ગુજરાતમાં ૧૦ નવી શાખાઓ શરૂ કરવાની જાહેરાત કરવાનો આનંદ છે. અમારી કામગીરીનું આ વિસ્તરણ ધિરાણથી વંચિત સમુદાયો, નાનાં વેપારીઓ અને ઔપચારિક ધિરાણથીઅવારનવાર વંચિત રહેતાં અન્ય લોકોને વાજબી કિંમત ધરાવતા મકાનો પૂરાં પાડવાની અમારી કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે.''
(3:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
