News of Monday, 13th October 2025
કાલથી રવિકૃષિ મહોત્સવ
પંચમહાલ જિલ્લામાંથી ભૂપેન્દ્રભાઇ પટેલ અને રાઘવજીભાઇ પટેલ શુભારંભ કરાવશે

રાજકોટ, તા. ૧૩ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાદાયી જનસેવા યાત્રાના ૨૪ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતભરમાં તા. ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ'ની વિવિધ થીમ આધારિત ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીમાં તા. ૧૪ ઓક્ટોબરના દિવસને કૃષિ વિકાસ દિન તરીકે ઉજવવામાં આવશે.
આ દિવસ દરમિયાન ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કળષિ પદ્ધતિઓ, ટેકનોલોજી અને નવતર અભિગમોથી પરિચિત કરાવવાના ઉદ્દેશ્ય સાથે કળષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા તા. ૧૪ અને ૧૫ ઓક્ટોબરના રોજ રવિ કૃષિમહોત્સવ-૨૦૨૫ૅનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કળષિ ક્ષેત્ર અને રાજ્યના ખેડૂતોને સમર્પિત આ કૃષિ વિકાસ દિનૅના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કળષિ મંત્રી રાઘવજી પટેલ પંચમહાલ-ગોધરાના છબનપુર ગામ ખાતેથી રવિ કૃષિમહોત્સવ-૨૦૨૫ૅનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે.
કળષિ મંત્રી રાઘવજી પટેલે રવિ કળષિ મહોત્સવ-૨૦૨૫ની વિસ્તળત વિગતો આપતા જણાવ્યું હતું કે, આગામી તા. ૧૪ અને ૧૫ ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં જિલ્લા અને તાલુકા કક્ષાના મળીને કુલ ૨૬૧ સ્થળો ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત રવિ કળષિ મહોત્સવ-૨૦૨૫ યોજાશે. જિલ્લા અને તાલુકા કક્ષાના કાર્યક્રમોમાં ગુજરાત સરકારના મંત્રીઓ, સાંસદઓ, ધારાસભ્યઓ સહિતના વિવિધ હાજર રહ્યા હતા.
મંત્રીએ કહ્યું હતું કે, રવિ કળષિ મહોત્સવ દરમિયાન રાજ્યના પ્રગતિશીલ ખેડૂતો અને પશુપાલકોનું રાજ્ય સરકાર દ્વારા વિશેષ સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત કળષિ, બાગાયત અને પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ કુલ ૫ લાખથી વધુ ખેડૂત લાભાર્થીઓને રૂ. ૫૦૦ કરોડ જેટલી માતબર રકમની સહાયના મંજૂરી પત્રો અને સહાય હુકમોનું પણ વિતરણ કરવામાં આવશે.
પ્રગતિશીલ ખેડૂતો દ્વારા પૂરું પાડવામાં આવશે. આ બે દિવસ દરમિયાન પશુપાલન ખાતાએ પણ વિવિધ સ્થળોએ નિઃશુલ્ક પશુ આરોગ્ય કેમ્પનું આયોજન કર્યું છે, જેનો પશુપાલકો લાભ લઇ શકશે.
કળષિ મંત્રીએ કહ્યું હતું કે, રવિ કળષિ મહોત્સવ કાર્યક્રમના સ્થળો ખાતે પ્રગતીશીલ ખેડૂતોના ઉત્પાદનો, પ્રાકળતિક ખેતીના આયામો, ડ્રોન ટેકનોલોજી જેવી આધુનિક કળષિ તકનીક, કળષિ તેમજ જમીન ચકાસણી, ખેડૂત ઉપયોગી સંશોધનો દર્શાવતા તેમજ ન્યૂ-એજીસ ફર્ટીલાઇઝરના વપરાશ માટે ખેડૂતોમાં જાગળતિ કેળવતા વિવિધ પ્રદર્શનો સહિત કુલ ૨,૮૦૦ પ્રદર્શન સ્ટોલ ઉભા કરવામાં આવશે. જેમાં પ્રધાનમંત્રી કિસન સમ્માન નિધિ યોજના અંતર્ગત લેંડ સીડીંગ, ફાર્મર રજીસ્ટ્રી અંતર્ગત ઇ-કેવાયસી અને સેલ્ફ રજીસ્ટ્રેશન બાબતના સ્ટોલ તથા ફાર્મ મિકેનાઈઝેશન, એગ્રો પ્રોસેસીંગ માટેના યંત્ર અને ઓજારોના સ્ટોલનો પણ સમાવેશ થાય છે.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
