<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

તહેવારોનાં સમયે બૂટલેગરો સક્રિય ; દાહોદની પોલીસે બોર્ડર પરની ચેક પોસ્ટ પર ચોકસાઇ વધારી

રાજસ્થાનની ધાવડિયા ચેકપોસ્ટ મોના ડુંગર ચેકપોસ્ટ તેમજ અંતરિયાળ માર્ગો પર પણ પોલીસનું વાહન ચેકીંગ હાથ ધરાયું

મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનની હદ ને અડીને આવેલા જિલ્લા દાહોદની પોલીસે બોર્ડર પરની ચેક પોસ્ટ પર ચોકસાઇ વધારી છે. તહેવારોનાં સમયે બૂટલેગરો સક્રિય થતાં હોવાનું અત્યાર સુધી સામે આવ્યું છે. આ બોર્ડર પર અનેક વાર લાકો રૂપિયાનો દારૂ ઝડપાઇ ચુક્યો હોવાથી પોલીસ વાહનોની સઘન તપાસ કરી રહી છે. રાજસ્થાનની ધાવડિયા ચેકપોસ્ટ મોના ડુંગર ચેકપોસ્ટ તેમજ અંતરિયાળ માર્ગો પર પણ પોલીસનું વાહન ચેકીંગ હાથ ધરાયું છે.


 

(7:09 PM IST)