News of Monday, 13th October 2025
તહેવારો પહેલા ભૂપેન્દ્રભાઈ પટેલની કેબિનેટનું વિસ્તરણ થવાની અટકળો પ્રબળ બની
મુખ્યમંત્રી અને નવા પ્રદેશ પ્રમુખ જગદિશ પંચાલ દિલ્હીની મુલાકાતે :કેબિનેટ વિસ્તરણ અને ભાજપ પ્રદેશના માળખા મુદ્દે દિલ્લીમાં કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા થઈ શકે

અમદાવાદ :દિવાળી પહેલા ગુજરાતના રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવી શકે છે. તહેવારો પહેલા ભૂપેન્દ્રભાઈ પટેલની કેબિનેટનું વિસ્તરણ થવાની અટકળો પ્રબળ બની છે. નવા મંત્રીમંડળની ચર્ચા કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ પણ દિલ્લીની મુલાકાતે છે. કેબિનેટ વિસ્તરણ અને ભાજપ પ્રદેશના માળખા મુદ્દે દિલ્લીમાં કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા થઈ શકે છે. પીએમ નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે બેઠક થઇ શકે છે
હાલ ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારમાં મંત્રી જગદીશ પંચાલની ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તિ બાદ મંત્રીમંડળની વિસ્તરણની ચર્ચાએ જોર પકડ્યું છે. નવા પ્રદેશ પ્રમુખ તેમની નવી ટીમનું ગઠન કરશે સાથે જ મંત્રીમંડળમાં પણ ફેરફાર થશે. ત્યારે શક્યતા છે કે દિવાળી પહેલા નવું પ્રધાનમંડળ અસ્તિત્વમાં આવી શકે છે અને નવા વર્ષે નવું કેબિનેટ ગુજરાતીઓને જોવા મળશે. સાથે જ પ્રદેશ ભાજપના માળખામાં પણ ફેરફાર થઈ શકે છે.
(7:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
