News of Monday, 13th October 2025
અમદાવાદ CTM એક્સપ્રેસ હાઈવે પરથી બે શખ્સો પાસેથી બિનહિસાબી રૂ .50 લાખની રોકડ ઝડપાઈ
પોલીસે દીપક કશ્યપ અને રવિ રાજપૂત નામના બે શખ્સોની તપાસ કરતા તેમની પાસેથી 50 લાખની બિનહિસાબી નાણાં મળી આવ્યા

અમદાવાદ શહેરના CTM એક્સપ્રેસ હાઈવે પરથી બે શખ્સો પાસેથી બિનહિસાબી અધધ 50 લાખની રોકડ ઝડપાઈ હતી. જેને લઈ રામોલ પોલીસે આ બે શખ્સો સામે તેમજ રોકડને લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ શહેરમાં આવેલા CTM એક્સપ્રેસ હાઈવે પર રામોલ પોલીસને મળેલી બાતમીના આધારે દિવાળીના તહેવારોમાં લોકો પોતાના વતન દિવાળીની ઉજવણી માટે જતા હોય છે ત્યારે પોલીસે દીપક કશ્યપ અને રવિ રાજપૂત નામના બે શખ્સોની તપાસ કરતા તેમની પાસેથી 50 લાખની બિનહિસાબી નાણાં મળી આવ્યા હતા. જે બાદ પોલીસે બંને શખ્સોની પૂછપરછ હાથ ધરી હતી પરંતુ તેઓ આટલી મોટી રકમનો હિસાબ નહોતા આપી શક્યા જે બાદ રામોલ પોલીસે ઘટનાસ્થળેથી બે શખ્સોની અટકાયત કરી રકમની ગણતરી બાદ બંને સામે કાયદેસરના પગલાં ભર્યા હતા
(11:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
