<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

રાજયના તમામ નોટરીઓને ઇ-સ્‍ટેમ્‍પીંગનુ઼ લાયસન્‍સ આપવા જે.જે. પટેલની રજુઆત

રાજકોટ, તા. ૧૪ : ગુજરાત પ્રદેશ લીગલ સેલ ના પ્રદેશ કન્‍વીનર શ્રી જે. જે. પટેલ દ્વારા  ગુજરાત ના મુખ્‍યમંત્રીશ્રી તથા કાયદા મંત્રીશ્રી ને લેખિત રજૂઆત કરી જે જણાવાયું છે કે  ગુજરાતની જનતા ને તાલુકા લેવલે સગવડ મળી રહે તેવા શુભ હેતુ થી ગુજરાતના તમામ નોટરી ઓને ઈ-સ્‍ટેમ્‍પિંગ ના લાયસન્‍સ મળે અને નોટરીઓને નોટરી ટિકિટ માટે પડતી મુશ્‍કેલીઓ માટે રાજ્‍યના દરેક તાલુકા માંથી નોટરી ટિકિટ મળી રહે એવી વ્‍યવસ્‍થા કરવી. એવી ગુજરાતના નોટરીઓ ની લાગણી તથા માંગણી ને ધ્‍યાનમાં રાખી ગુજરાત પ્રદેશ લીગલ સેલના કન્‍વીનર તથા બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતના ચેરમેનશ્રી જે. જે. પટેલ દ્વારા ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ તથા કાયદા મંત્રીશ્રી રિષિકેશભાઈ પટેલ ને લેખીતમાં રજૂઆત કરી હતી.

 

(12:11 PM IST)