તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Tuesday, 14th October 2025
ગાંધીનગરના ઇન્દ્રોડા નજીક પૌરાણીક કિલ્લા પાસે રિક્ષાચાલકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી
ઓળખ ગામના 42 વર્ષીય અરવિંદ ઠાકોરની લાશ તેની રિક્ષામાંથી મળી:તેના માથાના ભાગે ધોકા જેવા હથિયારથી હુમલો કરી હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક અનુમાન

ગાંધીનગરના ઇન્દ્રોડા ગામ નજીક આવેલા પૌરાણિક કિલ્લા પાસેથી આજે સવારે એક રિક્ષાચાલકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી છે. મૃતકની ઓળખ ગામના 42 વર્ષીય અરવિંદ ઠાકોર તરીકે થઈ છે. પોલીસ સૂત્રો અનુસાર, અરજણ ઠાકોરની લાશ તેની રિક્ષામાંથી મળી હતી. તેના માથાના ભાગે ધોકા જેવા હથિયારથી હુમલો કરી હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન છે.
પરિવારજનોના જણાવ્યા અનુસાર અરજણ ઠાકોર ગઈકાલે સવારે રિક્ષા લઈને ધંધાર્થે ઘરેથી નીકળ્યા હતા, પરંતુ મોડી રાત સુધી પરત ફર્યા નહોતા. આથી પરિવારે તેમની શોધખોળ શરૂ કરી હતી.અરજણ ઠાકોરના પરિવારમાં પત્ની અને ચાર સંતાનો છે, જેમાંથી બે દીકરીઓના લગ્ન થઈ ચૂક્યા છે અને બે બાળકો અભ્યાસ કરી રહ્યા છે.
અરવિંદને દારૂ પીવાની ટેવ હોવાથી પરિવારને શંકા હતી કે તે કિલ્લા તરફ હોઈ શકે છે, જેના આધારે તેમણે ત્યાં શોધખોળ કરી હતી. હાલમાં પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
