<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

સુરતમાં ક્રાઇમ બ્રાન્‍ચે કરોડોના MD ડ્રગ્‍સ સાથે રાજસ્‍થાનના કૂવિખ્‍યાત સાથે બે શખ્‍સોને દબોચી લીધા

દીપોત્‍સવી તહેવારોમાં વિશેષ ચેકિંગમાં માલ પકડાઈ ન જાય તે માટે રાજસ્‍થાનથી વહેલો માલ મંગાવવાનો કારસો ડીસીબીની જાગળતિથી ઉંધો વળી ગયો પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતનું નો ડ્રગ્‍સ ઈન સુરત અભિયાન નવા રેકોર્ડ સ્‍થાપે છે, જોઇન્‍ટ સીપી રાઘવેન્‍દ્ર વસ્‍તના માર્ગદર્શનમાં ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજીયાંના નેતળત્‍વમાં વધુ એક મોટી સફળતા રાજસ્‍થાનમાંથી રાજુ બીશ્રોઈ પાસેથી તાજેતરમાં જમીન મુકત થયેલ યાકીબ દ્વારા માલ ખરીદી થયાનું સફળ રેડના સુકાની Pi એસ.એન. પરમાર ટીમની તપાસમાં ખુલ્‍યું

રાજકોટ, તા.,૧૪ :  નો ડ્રગ્‍સ ઈન સુરત અભિયાન વિવિધ ક્ષેત્રોના લોકોના સહકારથી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના સીધા માર્ગદર્શન હેઠળ ચાલતા સફળ અભિયાનમાં સુરતની સ્‍થાનિક પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્‍ચના ડીસીપી ભાવેશ રોજિયાને મહત્‍વની જવાબદારી જોઇન્‍ટ પોલીસ કમિશ્રર રાઘવેન્‍દ્ર વસ્‍ત દ્વારા પોલીસ કમિશનરના સૂચનથી સુપ્રત કરવાનો નિર્ણય ફરી એક વખત સાર્થક પુરવાર થયો છે.

ડ્રગ્‍સની બાતમી માટે ક્રાઈમ બ્રાન્‍ચના તમામ અધિકારીઓ અને તેમના સ્‍ટાફ દ્વારા ચાલતા નેટ વર્ક દરમિયાન ફૂલપ્રુફ માહિતી આધારે પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એસ. એન. પરમાર તથા તેમની ટીમ દ્વારા સિનિયર અધિકારીઓ સાથે ચર્ચા કરી રાજસ્‍થાનના કૂવિખ્‍યાત અકીબ અને દિનેશ જાટને સુરતની એક હોટલમાંથી ૨૫.૨૯ MD ડ્રગ્‍સ કે જેની કિંમત ૩ કરોડ , ૨ લાખ, ૮૭ હજાર,૯૦૦ જેટલી અંદાજિત રકમ થાય છે તે ઝડપી લેવામાં સફળતા મળી છે.

પકડાયેલ આરોપીઓએ આ એમ.ડી.ડ્રગ્‍સનો જથ્‍થો રાજસ્‍થાનના પાલી જીલ્લાનાં ચોપડાનો રહેવાસી રાજુ બિતાોઈ નામના ઇસમ પાસેથી ખરીદી કરી અત્રે સુરતમાં છુટકમાં વેંચાણ કરવા માટે આવતા પકડાઇ ગયેલ છે. ઉપરોક્‍ત કાર્યવાહી બાબતે ગોડાદરા પો.સ્‍ટે.બી પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૦૦૬૪૨૫૧૬૫૯/૨૦૨૫ NDPS એકટ સને-૧૯૮૫ ની કલમ.૮(સી), ૨૨(બી), ૨૯ મુજબનો ગુનો નોંધી વધુ એક NDPS નો કેસ શોધવામાં ક્રાઇમ બ્રાન્‍ચને સફળતા મળેલ છે.

આ કામે આરોપી આકિબ જાવેદખાન S/O સલીમ જાવેદખાન એમ.ડી.ડ્રગ્‍સ હેરાફેરી કરવાની ટેવ વાળો છે જે અગાઉ જાન્‍યુઆરી ૨૦૨૫નાં અરસામાં પણ એમ.ડી. ડ્રગ્‍સની હેરાફેરી કરતા રાજસ્‍થાનના પ્રતાપગઢ પોલીસ સ્‍ટેશનમાં પકડાઈ ગયેલ છે અને ચારેક માસ જેલ રહ્યા બાદ જામીન મુક્‍ત થતા ફરીવાર એમ.ડી.ડ્રગ્‍સ વેંચાણ કરવાનું ચાલુ કરી દીધેલ છે.

(2:28 PM IST)