News of Tuesday, 14th October 2025
વિકાસ સપ્તાહ અંતર્ગત વિરમગામમા મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતા અને ધારાસભ્ય હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કૃષિ મહોત્સવ
ખેડૂતોને વિસ્તૃત માર્ગદર્શન તેમજ સબસિડીના ચેક વિતરણ ક વિરમગામ એપીએમસી ખાતે મંત્રી ઋષિકેશભાઈ પટેલે ખેડૂતો તેમજ સ્થાનિક આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત

રાજકોટ તા.૧૪ :વિકાસ સપ્તાહ અંતર્ગત આજે વિરમગામ ખાતે મંત્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતા અને ધારાસભ્ય હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના "કૃષિ મહોત્સવનું" આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ખેડૂતોને વિસ્તૃત માર્ગદર્શન તેમજ સબસિડીના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. કૃષિ મહોત્સવની પૂર્ણાહુતિ બાદ વિરમગામ એપીએમસી ખાતે મંત્રી ઋષિકેશભાઈ પટેલે ખેડૂતો તેમજ સ્થાનિક આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
આ પ્રસંગે કલેક્ટર, ડીડીઓ, જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા સદસ્યો, તાલુકા સદસ્યો, સંગઠનના હોદ્દેદારો, ખેતીવાડી અધિકારીઓ તેમજ ખેડૂતોએ હાજરી હાજરી આપી હતી.
(6:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
