<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

અરવલ્લી જિલ્લા પોલીસ એક્શનમાં: 20 જેટલી ચેકપોસ્ટ પર સઘન ચેકીંગ :રૂ. 9 કરોડના નશીલા પદાર્થ ઝડપ્યા

જિલ્લાની બોર્ડર વિસ્તારની ચેક પોસ્ટ પર પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું: પોલીસ અધિકારીઓની વિવિધ ટીમો બનાવી કડક વાહન તપાસ શરૂ

અમદાવાદ : રાજ્યમાં પાડોશી રાજ્યોમાંથી આવતા દારૂના જથ્થાને રોકવા માટે પણ કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લા પોલીસે ગુજરાત રાજસ્થાન બોર્ડર પર કડક તપાસ શરૂ કરી છે. 

જિલ્લા પોલીસ વડા મનહરસિંહ જાડેજાએ કહ્યું હતું કે,દિવાળીના તહેવાર પહેલા અરવલ્લી જિલ્લા પોલીસ એક્શનમાં આવી ગઈ છે. ગુજરાત રાજસ્થાન બોર્ડર પર પોલીસે કડક તપાસ શરૂ કરી છે. જિલ્લાની 20 જેટલી ચેકપોસ્ટ પર પોલીસે તપાસ શરૂ કરી છે. દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ સક્રિય થઈ ગઈ છે. આ ચેકપોસ્ટ પરથી પસાર થતાં વાહનોની તપાસ શરૂ કરવામાં આવી છે.

જિલ્લા પોલીસ વડા મનહરસિંહ જાડેજાએ કહ્યું હતું કે, છેલ્લા 50 દિવસમાં અરવલ્લી જિલ્લા પોલીસે 9 કરોડના નશીલા પદાર્થ ઝડપ્યા છે. વિદેશી દારુ, ચરસ અને ગાંજાનો જથ્થો પોલીસે જપ્ત કર્યો છે. જિલ્લાની બોર્ડર વિસ્તારની ચેક પોસ્ટ પર પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. પોલીસ અધિકારીઓની વિવિધ ટીમો બનાવી કડક વાહન તપાસ શરૂ કરવામાં આવી છે

(8:23 PM IST)