<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

અમિત ખૂંટ કેસમાં રાજદીપસિંહ જાડેજાને સુપ્રીમકોર્ટનો મોટો ઝટકો : આગોતરા જામીન અરજી ફગાવી દીધી

રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી : સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને યથાવત રાખવાનો હુકમ કર્યો

  રાજકોટ જિલ્લાના ગોંડલમાં રીબડા અમિત ખૂંટ કેસમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર આવ્યા છે. અમિત ખૂંટ કેસમાં રાજદીપસિંહ જાડેજાને સુપ્રીમથી ઝટકો લાગ્યો છે. રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે રાજદીપસિંહનાં આગોતરા નામંજૂર કરતા તેની મુશ્કેલીઓ વધી છે

રીબડાના ચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસમાં એક વધુ મોટો વળાંક આવ્યો છે. આ કેસમાં આરોપી રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી છે, કારણ કે તેમની આગોતરા જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.

ગોંડલ સેશન કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટ બાદ હવે સુપ્રીમ કોર્ટે પણ રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજીને ફગાવી દેતા તેમને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને યથાવત રાખવાનો હુકમ કર્યો છે.

રાજદીપસિંહ જાડેજાએ આગોતરા જામીન માટે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજી ફગાવી દેવાતા હવે તેમની મુશ્કેલીઓ વધી છે અને તેમને જેલની હવા ખાવી પડી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દિવાળીના તહેવાર બાદ રાજદીપસિંહ જાડેજાની ધરપકડની પૂરી શક્યતા છે. આ ચુકાદાથી અમિત ખૂંટ આપઘાત કેસમાં ન્યાયની આશા સેવી રહેલા પરિવારને રાહત મળી છે, જ્યારે રાજદીપસિંહ જાડેજા સામે કાયદાકીય કાર્યવાહીનો તખ્તો તૈયાર થઈ ગયો છે.

(8:29 PM IST)